________________
સંબોધ પ્રકરણ
૨૮૨ :
જાણવી, વિવાહાદિ મોટાં કાર્યોમાં અમુક દિવસો કે મહિનાઓનું વહેલુંમોડું થાય, તેથી તેને ‘બાદરપ્રાકૃતિકા' કહી છે, અને તે જ દિવસે કરવાના કાર્યને પણ થોડું વહેલું કે મોડું કરવું, તેને ‘સૂક્ષ્મપ્રાકૃતિકા’ કહી છે. જેમ કે—કોઇ સ્ત્રી સુતરનું કાંતણ વગેરે કાર્યમાં વ્યગ્ર હોય, તે વેળા બાળક ખાવા માટે મંડકાદિ માગે, તેને રડતું અટકાવવા તે સ્ત્રી આશ્વાસન આપે કે રડીશ નહિ, નજીકના ઘરમાં આવેલા મુનિ આપણા ઘેર આવશે, તેમને દાન આપવા માટે જ્યારે ઉઠીશ, ત્યારે તને પણ આપીશ. પછી જ્યારે સાધુ આવે, ત્યારે તેમને ભિક્ષા આપવા માટે ઉઠેલી તે સ્ત્રી બાળકને પણ આપે (એમ વહેલું ક૨વાનું કાર્ય મોડું કરે), તે ‘ઉષ્ણકણ’ કહેવાય. એ રીતે પુણીઓને કાંતવાનું કાર્ય પૂર્ણ થાય ત્યાં સુધી બાળકને વિલંબ કરાવવાની ઇચ્છાવાળી પણ સ્ત્રી વચ્ચે સાધુ આવવાથી જ્યારે વહોરાવવા ઉઠે, ત્યારે (ફરી ઉઠવું ન પડે એ ઉદ્દેશથી) બાળકને પણ તે વેળા ભોજન આપે, તે (મોડું ક૨વાનું કાર્ય વહેલું કરવાથી) ‘અવષ્લેષ્મણ’ કહેવાય. આ શબ્દોની સિદ્ધિ એ રીતે થાય છે કે—જે કામ કરવાનો જે સમય હોય, તે તેના સમયથી ‘ત્’ એટલે આગળ-ભવિષ્યમાં ‘ધ્વજા એટલે ખેંચવું, તે ‘ઉત્+ધ્વષ્કણ=ઉજ્વણ' અને કામ કરવાનો જે સમય હોય તેનાથી ‘અવ’ એટલે અર્વાક્ (વહેલું) ‘ધ્વ'=કરી લેવું, તે ‘અવ+જ્વણ=અવષ્લેષ્મણ' કહેવાય. (એમ બાદર અને સૂક્ષ્મ બંને પ્રાકૃતિકાઓમાં કાર્ય મોડું કે વહેલું કરવાથી ‘ઉસ્ત્વષ્કરણ અને અવષ્વણ' એવા બે પ્રકારો પડે છે.)
(૭) પ્રાદુષ્કરણ— દેવાયોગ્ય પદાર્થ જો અંધારામાં હોય, તો તેને ચક્ષુ દ્વારા જોઇ ન શકવાથી સાધુઓ વહોરતાં નથી, એમ સમજીને ત્યાં અગ્નિ કે દીવો સળગાવીને, અથવા મણિ વગેરેથી પ્રકાશ કરે, અથવા ભીંત તોડીને (જાળી-બારી મૂકીને) પ્રકાશ કરે, કે વહોરાવવાની વસ્તુ અંધારામાંથી બહાર પ્રકાશમાં લાવીને મૂકે', એમ અંધારામાં રહેલી
૧. પ્રાદુષ્કરણમાં તો સાધુને દાન દેવાના ઉદ્દેશથી દીવો સળગાવવાથી કે જાળી, બારી વગેરે મૂકી પ્રકાશ કરવાથી અગ્નિ-પાણી-માટી વગેરે સ્થાવર જીવોની હિંસા સ્પષ્ટ છે. ઉપરાંત અંધારામાંથી પ્રકાશમાં લાવીને મૂકતાં ત્રસ વગેરે જીવોની હિંસા પણ સંભવિત છે, માટે તે લેવાથી, સાધુને તે દોષ લાગે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org