________________
પરિશિષ્ટ
૨૧૯
૮ આત્મા આત્માના આઠ પ્રકાર આ પ્રમાણે છે–૧. દ્રવ્યાત્મા, ૨. કષાયાત્મા, ૩. યોગાત્મા, ૪. ઉપયોગાત્મા, ૫. જ્ઞાનાત્મા, ૬. દર્શનાત્મા, ૭. ચારિત્રાત્મા અને ૮. વીર્વાત્મા. ૧. દ્રવ્યાત્મા– જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુગલાસ્તિકાય અને કાળ એ છદ્રવ્યનો આત્મા દ્રવ્યાત્મા છે. ૨. કષાયાત્મા– કષાયથી યુક્ત જીવોનો આત્મા કષાયાત્મા છે. ૩. યોગાત્મા–સયોગી જીવોનો આત્મા યોગાત્મા છે. ૪. ઉપયોગાત્મા સર્વ જીવોનો આત્મા ઉપયોગાત્મા છે. ૫. જ્ઞાનાત્મા– સમ્યગ્દષ્ટિઓનો આત્મા જ્ઞાનાત્મા છે. ૬. દર્શનાત્મા– સર્વ જીવોનો આત્મા દર્શનાત્મા છે. ૭. ચારિત્રાત્મા– વિરતિવાળાઓનો આત્મા ચારિત્રાત્મા છે. ૮. વિયંત્મા– (સંસારી તો પતિ એવું વચન હોવાથી અહીં સંસારી એટલે ચેતનવાળા.) ચેતનવાળા સર્વ (સંસારી અને સિદ્ધ) જીવોનો આત્મા વિર્ધાત્મા છે.
• ૮ વસતિનાં દોષો - વસતિના ૮ દોષો આ પ્રમાણે છે– ૧. દૂમિતા, ૨. “મિતા, ૩. વાસિતા, ૪. ઉદ્યોતિતા, ૫. બલીકૃતા, ૬. આવર્તા, ૭. સિક્તા અને ૮. સમૃા. તેમાં જે ચૂના વગેરેથી સુવાસિત કરેલી હોય તે “દૂમિતા', કુંદરક વગેરેથી ધુપેલી તે મિતા', પુષ્પો વગેરેથી સુવાસિત કરેલી હોય તે વાસિતા', દીપક વગેરેથી પ્રકાશવાળી કરેલી હોય તે ઉદ્યોતિતા', બળી વગેરે ઉતાર મૂક્યો હોય તે “બલીકૃતા', છાણ-માટી વગેરેથી લીંપેલી તે આવર્તા, માત્ર પાણી છાંટ્યું હોય તે સિક્તા' અને સાવરણી આદિથી સમાર્જન (સાફ) કરેલી તે “સમજવી. એ કાર્યો સાધુ નિમિત્તે જો ગૃહસ્થ કરેલાં હોય, તો તે વસતિ (મૂલઉત્તરગુણોથી) શુદ્ધ હોવા છતાં “વિશોધિકોટિ દોષવાળી જાણવી.'
૧. ઘોળેલો ચૂનો વગેરે ઉતરી જવાથી, ધૂપની ગંધ કે પુષ્પો વગેરેની સુવાસ નીકળી જવાથી, !
પ્રકાશ બંધ કરવાથી, બળી ઉઠાવી લેવાથી, લીંપણ જુનું હોવાથી, છાંટેલું પાણી સૂકાઈ જવાથી અને સાધુએ પુનઃ સ્વયં પ્રમાર્જન કરવાથી તે તે લગાડેલા દોષો ટળી જાય, માટે તે “વિશોધિકોટિ કહેવાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org