________________
૧૨.
સંબોધ પ્રકરણ વિશેષાર્થ– લોકોના ધર્મને કરનારો થાય છે– જે લોકો સાધુને. આહાર-પાણી, વસ્ત્ર-પાત્ર અને વસતિ વગેરે આપે છે તેમને કર્મનિર્જરા થવા સાથે પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય છે. આથી ભાવસાધુ લોકોના ધર્મને કરનારો થાય છે. આથી જ ષોડશક ગ્રંથમાં સાધુની ભિક્ષાટન આદિ પ્રવૃત્તિને પરાર્થકરણ રૂપ કહી છે. ઉપદેશથી ધર્મ પમાડવા દ્વારા પણ ભાવસાધુ લોકોના ધર્મને કરનારા થાય છે. (૨૧)
अप्पमत्तपमत्तगुण-टाणठिओ पंचमहव्वयसमेओ। चरणकरणाइगुणगण-सयकलिओ नाणबलिओ य ॥२२ ।। अप्रमत्तप्रमत्तगुणस्थानस्थितः पञ्चमहाव्रतसमेतः । વરકરણતિકુળાતવનિતો નવનિર્ચ | રર . .....રૂર ગાથાર્થ ભાવસાધુ અપ્રમત્ત અને પ્રમત્ત ગુણસ્થાને રહેલો હોય, પાંચ મહાવ્રતથી યુક્ત હોય, ચરણ-કરણ વગેરે સેંકડો ગુણસમૂહથી યુક્ત હોય અને જ્ઞાનથી બલવાન હોય.
વિશેષાર્થ– ચૌદ ગુણસ્થાનોમાં અપ્રમત્ત ગુણસ્થાન સાતમું છે અને પ્રમત્ત ગુણસ્થાન છઠું છે. છઠ્ઠા ગુણસ્થાને રહેલો આત્મા વિકાસના પંથે આગળ વધવા બાધક દોષોને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. છઠ્ઠા ગુણસ્થાને આવ્યા પછી આગળ વધવામાં સૂક્ષ્મ પ્રમાદ બાધક બને છે. જો કે સ્કૂલપ્રમાદ ઉપર વિજય મેળવી લીધો છે, પણ હજી સૂક્ષ્મ (વિસ્મૃતિ, અનુપયોગ વગેરે) પ્રમાદ નડે છે. આથી તે તેના ઉપર વિજય મેળવવા પ્રયત્ન કરે છે. વિજય મેળવીને સાતમા ગુણસ્થાને ચઢે છે, પણ થોડી જ વારમાં પતન પામીને છઠ્ઠા ગુણસ્થાને આવે છે. ફરી સત્ત્વ ફોરવીને સાતમા ગુણસ્થાને ચઢે છે. ફરી છઠ્ઠા ગુણસ્થાને આવે છે. ફરી સાતમા ગુણસ્થાને આવે છે. ફરી છઠ્ઠા ગુણસ્થાને આવે છે. જેમ લડવૈયો સંપૂર્ણ વિજય મેળવતાં પહેલા યુદ્ધમાં થોડો વિજય પ્રાપ્ત કરે છે, પછી થોડો પરાજય પણ પ્રાપ્ત કરે છે, ફેરી થોડો જય પામે છે, તો ફરી થોડો પરાજય પામે છે, એમ જયપરાજયનો ક્રમ ચાલ્યા કરે છે. તેમ અહીં સાદુરૂપ લડવૈયાનો પ્રમાદરૂપ શત્રુની સાથે લડાઈ કરવામાં જય-પરાજય થયા કરે છે. (૨૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org