________________
૯૦ .
સંબોધ પ્રકરણ કરે, અને પછી તેટલી જ ભૂમિનો ઉપયોગ કરે. (૪) ગુરુની કે અન્ય વડીલ વગેરેની રજા લઈને આહાર-પાણી વાપરે. આહાર-પાણીના ઉપલક્ષણથી ઔધિક કે ઔપગ્રહિક કોઈ પણ વસ્તુ ગુરુની રજા લઈને જ વાપરે. (૫) અહીં સાધુના સાધર્મિક સાધુ ગણાય. જે સાધુઓ પહેલાં અમુક ક્ષેત્રમાં યાચના કરીને રહ્યા હોય તે ક્ષેત્ર કાળની અપેક્ષાએ માસ કે ચાતુર્માસ સુધી અને ક્ષેત્રની અપેક્ષાએ પાંચ ગાઉ સુધી તેમનો અવગ્રહ ગણાય. માટે બીજાઓથી તેમની અનુજ્ઞાપૂર્વક જ ત્યાં રહેવાય. તેઓ જેટલા કાળ માટે અને જેટલા ક્ષેત્રની (રહેવા, વાપરવા કે આહારાદિ માટે શ્રાવકના ઘરોની) અનુજ્ઞા આપે તેટલા કાળ માટે તેટલા જ ક્ષેત્રનો ઉપયોગ કરવો, અન્યથા ચોરી ગણાય. (૨૩૬)
आहारगुत्ते १ अविभूसियप्पा २ इत्थिं न निझाइ ३ न संथवेज्जा ४। बुद्धे मुणी खुड्डुकहं न कुज्जा ५ धम्माणुपेही संधए बंभचेरं ॥२३७॥
आहारगुप्तोऽविभूषितात्मा स्त्रियं न ध्यायति न संस्तुवीत.। . बुद्धो मुनिः क्षुद्रकथां न कुर्याद् धर्मानुप्रेक्षी सन्धत्ते ब्रह्मचर्यम् ॥ २३७ ॥ ७४७
ગાથાર્થ તત્ત્વના જ્ઞાતા મુનિ આહારમાં ગુપ્ત થાય. શરીરવિભૂષા ન કરે, સ્ત્રીને ન જુએ, સ્ત્રીનો પરિચય ન કરે, શુદ્રકથા ન કરે, ધર્મનું ચિંતન કરનાર (અને સેવનાર) સાધુ બ્રહ્મચર્યને પુષ્ટ કરે છે.
વિશેષાર્થ– (૧) મુનિ આહારમાં ગુમ થાય એનો અર્થ એ છે કે સ્નિગ્ધ અને પ્રમાણથી અધિક આહાર ન કરે. સતત સ્નિગ્ધ આહારથી શુક્રધાતુની પુષ્ટિ થવાથી વેદોદયના કારણે અબ્રહ્મ પણ સેવે. પ્રમાણથી અધિક આહાર લેવાથી બ્રહ્મચર્યની વિરાધના ઉપરાંત કાયક્લેશ પણ થાય. તથા રાત્રે આહારના ઓડકાર આવવાથી રાત્રિભોજનમાં પણ અતિચાર લાગે. (૨) શરીરવિભૂષા કરવાથી સ્ત્રીઓને અભિલષણીય બને અને એથી બ્રહ્મચર્યની હાનિ વગેરે થાય. શરીરવિભૂષાથી પાંચમું મહાવ્રત પણ દૂષિત બને. (૩) સ્ત્રીને ન જુએ એનો અર્થ એ છે કે તેના અંગોને રાગભાવથી ન જુએ. (૪) સ્ત્રીથી સંસક્ત વસતિનો ત્યાગ કરવો, સ્ત્રીએ વાપરેલા આસનનો ત્યાગ કરવો, વગેરે રીતે સ્ત્રીનો પરિચય ન કરવો. (૫) પ્રસ્તુતમાં શુદ્રકથા એટલે સ્ત્રીકથા સમજવી. આ
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org