________________
ગુરુ અધિકાર વિભાગ-૧
૧૮૩
અદ્ધર રહે છે, તેમ મુનિ કોઇના આધા૨-અપેક્ષા વગર જીવન જીવે છે. (૩) આકાશ જીવાદિ પાંચદ્રવ્યનું ભાજન છે, તેમ મુનિ પાંચ મહાવ્રતોનું ભાજન છે. (૪) આકાશ પાણીથી ભીંજાય નહિ, તેમ મુનિને નવા આશ્રવનો લેપ લાગે નહિ. મુનિ નિંદા-સ્તુતિથી લેપાય કે મૂંઝાય નહિ. (૫) આકાશ અરૂપી છે, તેમ મુનિ પણ નિશ્ચયથી આત્માને અરૂપી માને છે. (૬) જેમ આકાશ અનંત છે, તેમ મુનિ જ્ઞાનાદિ ગુણથી અનંત છે. (૭) આકાશ શુભાશુભ આધેય પ્રતિ રાગદ્વેષ કરે નહિ, તેમ મુનિ ઉદયમાં આવેલા પોતાના શુભાશુભ કર્મો કે બાહ્ય નિમિત્તો પ્રત્યે રાગ-દ્વેષ કરે નહિ.
૬. વૃક્ષની ઉપમા– (૧) વૃક્ષ શીત-તાપાદિ કષ્ટો સહે છે, તેમ મુનિ પણ શીત-તાપાદિ પરિષહો સહન કરે છે. (૨) વૃક્ષ પુષ્પ, ફળાદિ આપે છે, તેમ મુનિ શ્રુત અને ચારિત્ર રૂપ ફળો આપે છે. (૩) વૃક્ષના આશ્રયથી પક્ષીઓ વગેરે ઘણા જીવો શાતા પામે છે, તેમ મુનિથી કષાયાદિથી સંતપ્ત જીવો શાતા પામે છે. (૪) જેમ વૃક્ષને કોઇ છેકે, ભેદે તોય તે કોઇ આગળ કહેતું–ફરિયાદ કરતું નથી, તેમ મુનિ પણ કોઇ નિંદા હીલના કરે તોય કદી કશી ફરિયાદ કરે નહિ પણ પ્રસન્ન ભાવે સહન કરે. (૫) વૃક્ષને કોઇ ચંદનાદિ સુગંધી દ્રવ્યનું વિલેપન કરે તો વૃક્ષ હર્ષ પામે નહિ, તેમ મુનિને કોઇ ચંદનાદિથી વિલેપન કરે, અર્થાત્ અનુકૂળ ભક્તિ કરે તો પણ હર્ષ પામે નહિ, શાતાગારવ ધારણ કરે નહિ. (૬) વૃક્ષને જળ સિંચવાથી તે પુષ્પ ફળાદિ આપે, તેમ મુનિનો પણ અભ્યુત્થાનાદિ વિનય કરવાથી મુનિ શ્રુતશ્રવણ, જ્ઞાન, વિરતિ યાવત્ નિર્વાણરૂપ પુષ્પ ફળાદિ આપે. (૭) જેમ વૃક્ષ વેલાઓને ઊંચે ચઢવા આલંબન આપે છે, તેમ મુનિ ચતુર્વિધસંઘને આત્માના ઊર્ધીકરણ માટે આલંબન આપે છે.
૭. ભ્રમરની ઉપમા– (૧) જેમ ભ્રમર બગીચામાં પુષ્પાદિકમાંથી સુગંધરસ-પરિમલ ગ્રહણ કરવા છતાં પુષ્પને કિલામણા કરતો નથી અને પોતાના આત્માને સંતોષે છે, તેમ મુનિ પણ ગ્રામ, નગરાદિમાં વૃક્ષ સમાન જે ઘરો તેમાં પુષ્પ સમાન ગૃહસ્થ દાતારની પાસેથી સુગંધરસ સમાન અશન વગેરે ગ્રહણ કરે છે, છતાં કોઇને કિલામણા ઉપજાવતા નથી. (૨) ભ્રમર પુષ્પ ઉપર સુગંધરસ લેવા બેસે છે પણ પુષ્પ ઉપર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org