________________
સંબોધ પ્રકરણ
૧૬૨
તપ વગેરે, (૨૯) ઔપમિક અને ક્ષાયિકભાવ (૨૯૯), (૩૦) અનુભવયુક્ત જિનેશ્વરભક્તિ, (૩૧) સાધર્મિક વાત્સલ્ય, (૩૨) સંવિગ્નપણું, (૩૩) સંવિગ્નપાક્ષિકપણું (૩૦૦), (૩૪) તીર્થંકરનું પિતૃત્વ-માતૃત્વ-પત્નીત્વ, (૩૫) તીર્થંકરને ભિક્ષાનું દાન, (૩૬) યુગપ્રધાનપણું, (૩૭) પારમાર્થિકગુણોથી યુક્ત આચાર્યાદિ દશ પદ, આ ભાવોને અભવ્યો સ્પર્શતા નથી. (૩૦૧) જિનેશ્વરોએ અનુબંધ અહિંસા, હેતુ અહિંસા અને સ્વરૂપ અહિંસા એમ ત્રણ પ્રકારની અહિંસા કહી છે તથા દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે પણ અહિંસા કહી છે. આ અહિંસા અભવ્ય જીવોએ પ્રાપ્ત કરી નથી. (૩૦૨)
વિશેષાર્થ— ૧. જંઘાચારણલબ્ધિ– ચારિત્રમાં તપના પ્રભાવથી ઉત્પન્ન થતી ગમનાગમનની લબ્ધિ તે જંઘાચારણ લબ્ધિ. જંઘાચારણ મુનિઓ રુચકવરદ્વીપ સુધી જઇ શકે છે. જંઘાચારણ મુનિઓ એક જ ઉત્પાતથી રુચકવદ્વીપમાં જાય છે. ત્યાં ચૈત્યોને વંદન કરે છે. પાછા ફરતા એક ઉત્પાતથી નંદીશ્વરદ્વીપમાં આવે. બીજા ઉત્પાતથી સ્વસ્થાને આવે. મેરુ પર્વત ઉપર જવું હોય ત્યારે એક ઉત્પાતથી પાંડુકવનમાં જાય. ત્યાં ચૈત્યોને વંદન કરે. પાછા ફરતા એક ઉત્પાતથી નંદનવન આવે, બીજા ઉત્પાતથી સ્વસ્થાને આવે. લબ્ધિનો ઉપયોગ કરવામાં ઉત્સુકતા થવાથી પ્રમાદ થાય છે. તેથી લબ્ધિમાં હાનિ થવાથી પાછા ફરતાં બે ઉત્પાતથી સ્વસ્થાનમાં આવે છે.
૨. વિદ્યાચારણલબ્ધિ– વિદ્યાની સાધનાથી ઉત્પન્ન થતી ગમનાગમનની લબ્ધિ તે વિદ્યાચારણલબ્ધિ. વિદ્યાચારણ લબ્ધિવાળા મુનિ નંદીશ્વરદ્વીપ સુધી જઇ શકે છે. પ્રથમ ઉત્પાતથી માનુષોત્તર પર્વત પર જાય. બીજા ઉત્પાતથી નંદીશ્વરદ્વીપમાં જાય. ત્યાં ચૈત્યોને વંદન કરે. પાછા ફરતા એક જ ઉત્પાતથી સ્વસ્થાને આવે. મેરુપર્વત ઉપર જવું હોય તો પ્રથમ ઉત્પાતથી નંદનવનમાં જાય, બીજા ઉત્પાતથી પંડકવનમાં જાય. ત્યાં ચૈત્યોને વાંદે. પાછા ફરતાં એક જ ઉત્પાતથી સ્વસ્થાને આવે. અભ્યાસ કરાતી વિદ્યા અધિક અધિક સ્ફુરે છે. તેથી પાછા ફરતાં એક જ ઉત્પાતથી સ્વસ્થાને આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org