SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ २५७ अथवाऽनिष्टकुसुमैः पूजनं तथाऽनादरप्रवृत्तिः । जिनप्रत्यनीकानिवारणं चैत्यद्रव्यस्योपेक्षणम् ॥ २५७ ॥ सइसामत्थि उवाणह ३९, पुव्वंचिय वंदणाइपढणं च ४० । जिणभवणंमि ठियाणं, चालीसासायणा एआ ॥ २५८ ॥ સંબોધ પ્રકરણ सति सामर्थ्ये उपानद् पूर्वमेव वन्दनादिपठनं च । जिनभवने स्थितानां चत्वारिंशदाशातना एताः ॥ २५८ ॥ .......... ૨૮ ગાથાર્થ— ૧. પેશાબ કરવો, ૨. ઝાડો કરવો, ૩. સુરાપાન વગેરે પીણાં મીવા, પાણી પીવું, ૪. જોડા પહેરવા, ૫. ભોજન કરવું, ૬. શયન કરવું, ૭. સ્ત્રીસેવન કરવું, ૮. તંબોલ ખાવું, ૯. થૂંક-શ્લેષ્મ ફેંકવું, ૧૦. જુગાર ખેલવો, ૧૧. શરીર-કપડાં વગેરેમાંથી જૂઓ-માંકડ વગેરે વીણવા, ૧૨. રાજકથાદિ વિકથાઓ (પાપ વાતો) ક૨વી, ૧૩. પગ સાથે કહેડ બાંધીને કે પલાંઠી વાળીને બેસવું, ૧૪. લાંબા-પહોળા પગ કરીને બેસવું, ૧૫. પરસ્પર વિવાદ (કલહ) કરવો, ૧૬. મશ્કરી કરવી, ૧૭. મત્સર કરવો, ૧૮. મંદિરનાં સિંહાસન-પાટ-પાટલા આદિ પોતાને નામે (અંગત કાર્યમાં) વા૫૨વાં, ૧૯. મસ્તકના વાળ ઓળવા, ૨૦. શરીરની શોભા કરવી, ૨૧. છત્ર (છત્રી) ધારણ કરવું, ૨૨. હાથમાં ખડ્ગ (શસ્ર) રાખવું, ૨૩. માથે મુકુટ પહેરી રાખવો, ૨૪. પોતાને ચામર વિંઝાવવા, ૨૫. દેવાદારને મંદિરમાંથી પકડવો કે ત્યાં લાંધવા બેસવું, ૨૬. યુવતી (સ્ત્રી)ઓ સાથે વિકારપૂર્વક હસવું-બોલવું, ૨૭. ભાંડ જેવા હલકા મનુષ્યના જેવું ખરાબ વર્તન કરવું, ૨૮. મુખકોશ બાંધ્યા વિના પૂજન કરવું, ૨૯. મલિન શરીર-વસ્ત્ર વગેરેથી પૂજન કરવું, ૩૦. મનને પૂજામાં એકાગ્ર નહિ કરતાં ચંચળ કરવું, ૩૧. પુષ્પો વગેરે સચિત્ત વસ્તુઓ શરીરે પહેરી રાખવી, ૩૨. પહેરેલાં અચિત્ત આભૂષણો વગેરે મંદિરે જતાં પહેલાં કે ત્યાં ગયા પછી કાઢી નાખવા, ૩૩. અધિક વસ્ત્રો પહેરવાં, ૩૪. શ્રી જિનપ્રતિમાનાં દર્શન થતાં બે હાથ જોડીને પ્રણામ કરવો નહિ, ૩૫. શ્રી જિનેશ્વરનાં દર્શન કરવા છતાં પૂજા કરવી નહિ, અથવા તો પૂજા કરવાની સંપત્તિસામગ્રીની અનુકૂળતા છતાં પૂજા કરવી નહિ, ૩૬. હલકાં પુષ્પ-ચંદન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005624
Book TitleSambodh Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy