________________
દેવ અધિકાર
निर्वृतजिनेन्द्रसक्थिन स्वर्गसमुद्गेषु त्रिष्वपि लोकेषु । अन्योऽन्यं संलग्नानि स्त्रपनजलादिभिः संस्पृष्टानि ॥ १७९ ॥
१७९ ગાથાર્થ– નિર્વાણ પામેલા જિનેશ્વરોની દાઢાઓ ત્રણેય લોકમાં વજ્રના દાબડાઓમાં પરસ્પર લાગેલી હોય છે=ભેગી જ રાખેલી હોય છે અને સ્નાત્રજળ વગેરેથી સ્પર્શાયેલી હોય છે, અર્થાત્ ત્યાં સ્નાત્રજળ વગેરે એકનું બીજાને સ્પર્શે છે. (૧૭૯)
पुव्वधरकालविहिया, पडिमा दीसंति केसु वि पुरेसु । वत्तक्खा खित्तक्खा, महक्खया गंथदिट्ठा य ॥ १८० ॥
૧૦૫
पूर्वधरकालविहिताः प्रतिमा दृश्यन्ते केष्वपि पुरेषु । વ્યવસ્ત્યાવ્યા ક્ષેત્રાના મહાવ્યા પ્રગ્ન્યાશ ॥ ૧૮૦ ...................
ગાથાર્થ– પૂર્વધરોના કાળમાં કરાયેલી વ્યક્તિપ્રતિમા, ક્ષેત્રપ્રતિમા અને મહાપ્રતિમા એમ ત્રણ પ્રકારની પ્રતિમાઓ કેટલાય શહેરોમાં જોવામાં આવે છે, તથા ગ્રંથમાં જોવાયેલી છે, અર્થાત્ પૂર્વપુરુષરચિત ગ્રંથોમાં પણ ત્રણ પ્રકારની પ્રતિમાઓનું વર્ણન જોવામાં આવે છે.
વિશેષાર્થ જે કાળે જે તીર્થંકર હોય તે કાળે તેઓની પ્રતિમાને શ્રુતધરો વ્યક્તિપ્રતિમા કહે છે. ભરત વગેરે કોઇ એક ક્ષેત્રના ઋષભદેવ વગેરે ચોવીસ ભગવંતોની એક પટમાં ભેગી ભરાવેલી હોય તેને ક્ષેત્રપ્રતિમા જાણવી. સર્વ ક્ષેત્રોના એકસો સીત્તેર તીર્થંકરોનો એક જ પટ બનાવેલો હોય તે મહાપ્રતિમા જાણવી. (૧૮૦)
मालाधराइयाण वि, धुवणजलाई फुसेड़ जिणबिंबं । पुत्थयपत्ताइण वि उवरुवरिं फरिसणाइयं ॥ १८१ ॥
मालाधरादिकानामपि धावनजलादि स्पर्शति जिनबिम्बम् । पुस्तकपत्रादीनामपि उपर्युपरि स्पर्शनादिकम् ॥ १८१ ॥ ............. ÅZo ગાથાર્થ– પરિકરમાં રહેલા ‘માલાધર’ આદિ દેવોનું પ્રક્ષાલપાણી વગેરે શ્રીજિનપ્રતિમાને પરસ્પર સ્પર્શ કરે છે તથા પુસ્તકના પાના વગેરેનો પણ ઉપર ઉપર સ્પર્શ વગેરે થાય છે. (૧૮૧)
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org