________________
૨૭. वेषांतरधरैश्चारैराज्ञातश्च पदे पदे । गच्छेत्समाहितो मार्गे शोधिते चाग्रगामिभिः ॥ ३५॥ गतप्रत्यागते भृत्ये गूढभक्तिपरायणे । मित्रे च न हि विश्वासः कार्यों भूपेन सर्वदा ॥३६॥ सर्वतो भयसत्वे च दंडव्यूहेन पार्थिवः । पृष्टतो हि भयप्राप्तावनोव्यूहेन गच्छति ।। ३७ ।। तायशूकरव्यूहाभ्यां पार्थतो भीतिवान् व्रजेत् । मुखे पश्चाद्भये जाते मकरव्यूहसाधनः ॥ ३८ ॥ सूचीव्यूहेन भूभर्ता संव्रजेदग्रतो भये ।। यतो हि भयशंकास्याद्लं विस्तारयेत्ततः ॥ ३९ ॥ पद्मव्यूहे निवासे हि सदा तिष्ठेत्स्वयं नृपः । सेनापतिबलाध्यक्ष रक्षा कार्या समंततः ॥ ४० ॥
રાજાએ યુદ્ધમાં નીકળવું ત્યારે સાથે મંત્રી, સામંત, સનમિત્ર, જ્યોતિર્વિદ્ ઉત્તમ વૈદ્ય, કોષાધ્યક્ષ, અને ચતુરંગી સેના વિગેરે લઈને નીકળવું. કોઈ ઓળખી ન શકે તેવા વેશ બદલેલા દૂતો આગળ જઈ માર્ગ તપાસી ડગલે, ડગલે, રાજાને ખબર આપે અને તેમણે તપાસેલા નિર્ભય માર્ગે સૈન્ય સહિત રાજાએ ગતિ કરવી. આવતા જતા ચાકર પર તેમજ પોતાની એકાંત સેવામાં દઢ મમતા રાખતા હોય તેવા મિત્ર પર પણ રાજાએ કદી વિશ્વાસ કરવો નહિ. ચારે પાસથી શત્રુનો ભય જણાતો હોય તો રાજાએ પોતાનું સૈન્ય “દંડવ્યુહાકાર' રાખી આગળ ચાલવું, પાછળ ભય હોય તો સૈન્યને શકટાકાર રાખી ચાલવું, બેઉ પડખાથી શત્રુનો ભય હોય તો તાક્ષર્ય, અને શુકર વ્યુહથી સેના ગોઠવી આગળ ગતિ કરવી. આગળ તથા પાછળ બેઉ પાસ શત્રુનો ભય જણાય તો મકરયૂહની સેના ગોઠવી જવું. ફક્ત આગળ ભય હોય તો સેનાને રાજાએ સૂચી વ્યુહથી ગોઠવવી જ્યાંથી વિશેષભય જણાય તે બાજુએ સેનાને બાળા વિસ્તારમાં ફેલાવવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org