________________
निग्रहा२३ नुग्रहपरो२४ निर्लचो दुष्टशिष्टयोः ।। २८॥ उपायार्जितराज्यश्री२५ र्दानशीलो२६ ध्रुवंजयी२७ । न्यायप्रियो२८ न्यायवेत्ता२९ व्यसनानां व्यापासकः३० ।।२९॥ अवार्यवीर्यो गांभीर्यो३२ दार्य३३ चातुर्यभूषितः३४ । .. प्रणामावधिकक्रोधः३४ सात्विक३६ स्तात्विको नृपः।। ३० ।।
ગ્રWારંભમાં વિશેષ ઉપયોગી જાણીને પ્રથમ રાજા તથા મંત્રિના ' સ્વાભાવિક ગુણો અને કેટલીક શિક્ષાઓ નિરૂપણ કરી છે, શુભ લક્ષણ યુક્ત, ખોડ વગરનો શરીરે રૂપાળો, મદરહિત, ઓજસ્વી, યશવાળો, કૃપાળુ, કળાવાનું શુદ્ધ રાજકુલનું બીજ, વૃદ્ધોની સેવા કરનારો, ત્રણે શિક્તિવાળો, પ્રજા પર પ્રીતિ રાખનાર, પ્રજાઓનો સ્વામી, સમાન અંશથી પુરૂષનાં ધર્મ, અર્થ તથા કામ એ ત્રણે પુરૂષાર્થને સમર્થન કરનાર, ભંડારવાળો, વચન પાળનારો, જાસુસો મારફત તપાસ રાખનાર, દૂરંદેશી, કાર્યસિદ્ધિ પર્યત કામ કરનાર, ઉદ્યોગી, શસ્ત્ર તથા શાસ્ત્રમાં પ્રવીણ, દુષ્ટ તથા શિષ્ટને નિગ્રહ અને અનુગ્રહ કરવામાં તત્પર, લાંચ નહિ લેનારો, ઉપાયથી રાજ્યલક્ષ્મીની ઉત્તરોત્તર વૃદ્ધિ કરનારો, દાતાર, અવશ્ય જીત મેળવનારો, ન્યાયપ્રિય, ન્યાયવેત્તા, વ્યસનોને ફેડનારો, પુષ્કળ બળવાળો, ગંભીર, ઉદાર, ચતુર, ક્ષમા માગવા સુધી ક્રોધ કરનારો, સત્વગુણી તથા તત્ત્વવિદ્યાને જાણનાર, એટલા ગુણવાળો રાજા હોવો જોઈએ.
नृपाणां नियमशिक्षा देवान् गुरून् द्विजांश्चैव कुल्यज्येष्टांश्च लिंगिनः । વિહાય વિતાવેષ ન વિધેયા નમતિ: જે રૂ? | न स्पृष्टं क्वापि भोक्तव्यं नान्येन सह भोजनम् । न श्राद्धभोजनं कार्यं भोक्तव्यं नान्यवेश्मनि ॥ ३२॥
૧. પ્રભાવ શક્તિ મંત્ર શક્તિ અને ઉત્સાહ શક્તિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org