________________
૨૧૪
नार्ताश्रीयान्मधु तैलमुच्छिष्टं कोद्रवं तथा ।
विद्धमन्नं परान्नं वा शौचान्नं न च माषकान् ।। ३२ ।। मलोत्सर्ग न सा मार्गे कुर्याद्भस्मनि गोकुले । न क्षेत्रे संस्कृते चैव श्मशाने न च पर्वते ।। ३३ ।। देवस्थाने च सरिति गर्ते सत्त्वयुते द्रहे । सूर्याग्निचंद्रायतनसम्मुखं न कदाचन ।। ३४ ।।
ઋતુવતી સ્ત્રીએ મધ, તેલ, એઠું ભોજન, કોદરા, સડેલું અન્ન, પારકું અન્ન, અપવિત્ર અન્ન, તથા અડદ ખાવા નહિ. માર્ગમાં, રાખોડીમાં ગોકુળમાં, ખેડેલા ખેતરમાં, સ્મશાનમાં, પર્વત ૫૨, દેવસ્થાનમાં, નદીમાં, ખાડામાં જીવજંતુવાળા નાના ઝરામાં સૂર્ય, અગ્નિ, ચંદ્ર તથા દેવ મંદિરના સામું મુખ રાખીને કદિ મલોત્સર્ગ કરવો નહિ.
अथ पुरुषधर्मः कथ्यते । प्रसन्नचित्त एकान्ते भजेन्नारीं मनोरमाम् । प्रसन्नचित्तां सस्नेहां पुत्रार्थं न हि कामतः ।। ३५ ।। प्रसन्नतास्थितो गर्भो जातश्चेद्भाग्यवान् भवेत् । सुमुहूर्त्ते च विख्यातः स्वातिजं मौक्तिकं यथा ।। ३६ ।।
પુરૂષ ચિત્તને પ્રસન્ન રાખી એકાન્તમાં મનને આલ્હાદકારી એવી સ્ત્રીનું સેવન કરે, તે પણ પ્રસન્ન ચિત્તવાળી તેમ પ્રેમવાળી હોવી જોઈએ. પુરૂષે પણ તેણીનું સેવન કામને અર્થે નહિ પણ સપુત્રની ઉત્પત્તિને અર્થે કરવું. પરસ્પર બન્નેની પ્રસન્નતાથી રહેલો ગર્ભ જો પ્રસવ થાય તો તે ભાગ્યવાન્ નિવડે છે, સ્વાતિ નક્ષત્રમાં ઉત્પન્ન થયેલા મોતીની માફક સારા મુહૂર્તમાં રહેલો ગર્ભ વિખ્યાત થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org