________________
૨૧૩ देवयात्रोत्सवे रंगे चत्वरे जागरे कलौ । कुलस्त्रिया न गंतव्यमेकाकिन्या कदाचन ।। २७ ।।
દેવની યાત્રામાં, ઉત્સવમાં, નાટકમાં, બજારમાં, જાગરણ તથા કલેશની જગ્યામાં કુલવાન સ્ત્રીએ એકલાં કદાપિ જવું નહિ. स्नानोद्वर्त्तनतैलाद्यभ्यंगलेपनकानि नो । कारयेत्परहस्तेन शीलरक्षणतत्परा ॥ २८ ॥
સદાચાર એટલે શીલ રક્ષણ કરવામાં તત્પર એવી કુલાંગનાએ સ્નાન, મર્દન, કૈલાભંગ, લેપન ઈત્યાદિ કર્મ પારકે હાથે કરાવવાં નહિ. गणिका लिंगिनी दासी स्वैरिणी कारुकांगनाभिः । कार्यों न हि संसर्गो यशोहेतोः कुलस्त्रिया ॥२९॥
કુલવાન સ્ત્રીએ પોતાની કીર્તિ ખાતર ગણિકા, જોગણી, દાસી, વ્યભિચારિણી તથા કારીગરની સ્ત્રીઓ સાથે સંસર્ગ કરવો નહિ, અર્થાત્ તેમની સોબત કરવી નહિ. तद्धर्मगुणवृत्तीः सा धारयिष्यति संगतः । तस्मादाचारशुद्धयर्थं नृभी रक्ष्याः सदा स्त्रियः ।। ३०॥
તેવી સ્ત્રીઓની સોબત થવાથી કુલવાનું સ્ત્રીના ગુણ તથા વૃત્તિઓ તેમના જેવી થાય છે માટે સદાચારની શુદ્ધિને અર્થે પુરૂષોએ હમેશાં સ્ત્રીઓનું રક્ષણ કરવું. पूजार्हा पुत्ररत्लेज्या रूपलावण्यमंडिता । श्रीषु स्त्रीषु विशेषो न गृहिणामस्ति कश्चन ॥ ३१॥
સ્ત્રીઓ સત્કારને યોગ્ય છે, પુત્રરૂપી રત્નોએ પૂજવા લાયક છે. રૂપ તથા લાવણ્ય વડે સુશોભિત છે, ગૃહસ્થાશ્રમીઓએ લક્ષ્મી તથા સ્ત્રીમાં કશો ભેદ ન જાણવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org