________________
૨૦૬
તો ગાડીતનો તેમ ગાડીના ધણીનો કંઈ દોષ નહિ. તે બન્નેમાંથી કોઈ દંડને પાત્ર થતા નથી.
अज्ञत्वात् सारथेर्युग्यमन्यत्राकर्षयेद्रथम् । परवस्तुविनाशे च स्वामी दंड्यो न सारथिः ।। १८ ।।
જો સારથીના અજ્ઞાનને લીધે બળદાદિક રથને બીજે ખેંચે અને તેથી પારકી વસ્તુનો નાશ થાય તો ગાડીના ધણીનો દંડ કરવો, પણ સારથિનો નહિ.
युग्ममुद्राशतं दंडं गृह्णीयाद्भूपतिस्ततः । सारथिः कुशलश्चेत्स दंड्यः स्वामी न दोषभाक् ।।१९।।
તે દોષવાળ્ સ્વામી પાસેથી બસો રૂપિયા દંડ રાજાએ લેવો. સારથી કુશળ હોય તો તેનો દંડ કરવો પણ સ્વામીનો દોષ નથી.
मूर्खत्वे सारथेदंड्ये युग्मे भूपेन सारथेः ।
शतमुद्रां गृहीत्वा प्राग्यानमीशं च दापयेत् ।। २० ।।
સારથીનું મૂર્ખાપણું હોય તો રાજાએ સારથી પાસેથી અને માલિક બન્નેનો દંડ કરવો, સારથી પાસેથી સો રૂપિયા પ્રથમ ગ્રહીને તે યાન તેના માલિકને અપાવવું.
यानांतरेण गोऽश्वादिरुद्धे मार्गे तु सारथिः । अशक्तो वृषरोधादौ न दंड्यः स्याच्च सर्वथा ।। २१ ।।
ગાડીના જવાના માર્ગમાં ગાયો, ઘોડા વગેરેથી માર્ગ રૂંધાયો હોય અને બળદોને રોકી રાખવા વગેરે કાર્યમાં સારથી અશક્ત થયો હોય તો તે સર્વથા પ્રકારે દંડને પાત્ર થતો નથી.
जीवनाशे तु दंड्यः स्यात्सूतो भूपेन केवलम् । वस्तुनाशे तत्प्रसत्तिं नृपस्तेन प्रदापयेत् ।। २२ ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org