________________
૨૦૪ કોઈના બગીચામાં જઈ મદથી કોઈ વેલીને ઉખેડી નાંખે અથવા કોઈ વૃક્ષનાં પાંદડાં, છાલ, ડાળી કે પુષ્પાદિ તોડી પાડે તો તે દશ રૂપિયાના દંડને પાત્ર છે. पुष्पचौरो दशगुणैः प्रवास्यो वृक्षभेदकः । मनुष्यगोप्रहर्ता च प्रवास्यो ग्रामतो ध्रुवम् ।। ९ ॥
પુષ્પના ચોરનારને દશ ગણો દંડ કરવો, વૃક્ષ કાપનારે કાઢી મૂકવો, મનુષ્ય તથા ગાયને ચોરનારને અવશ્ય ગામ બહાર કાઢી મૂકવો. यादृशोपद्रवं कुर्यात् तादृशं दंडमाप्नुयात् । यावता तन्निवृत्तिः स्यात्तावद्र्व्यं च दापयेत् ।। १०॥
મનુષ્ય જેવો ઉપદ્રવ કરે તેવો તેનો દંડ કરવો. જેટલું દ્રવ્ય ખર્ચવાથી તેના ઉપદ્રવની શાન્તિ થાય તેટલું દ્રવ્ય તેને તે આપે. घातकाघातशांत्यर्थमौषधाद्यर्थमेव वा । अनुचर्यार्थमपि ग्राह्यं यादृक् कर्म तथा फलम् ॥११॥
ઘાતની શાન્તિને અર્થે તથા તેના ઔષધને માટે અને વળી તેની સેવા ચાકરીમાં નોકર વગેરેનો જે ખર્ચ થાય તે સઘળો ખર્ચ દંડ ઉપરાંત રાજાએ તે ઘાત કરનારની પાસેથી મજરે લેવો. જે જેવું કર્મ કરે તેને તેવું ફળ મળે. वित्तं यस्य वृथा दुष्टो नाशयेदज्ञानतोऽथवा- । ज्ञानतस्तत्प्रसत्तिश्च कार्या तन्नाशकेन वै ॥ १२ ॥
કોઈ દુષ્ટ માણસ કોઈનું ધન વગર સમજે અથવા જાણી બુજીને નાશ કરે તો તે નાશ કરનારે જરૂર તેનું મન મનાવવું જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org