________________
૧૯૧
तत्र वर्षत्रयं स्थाप्यो मोचयेत्साक्षितस्तकम् । પુનઃ તેથ0 વર વર્ષષાવધિ પુનઃ || ૬ | निधापयेद्वंदिगृहे यत्र न स्याच्च दर्शनम् । अन्यस्य लेखनं कारयित्वा तं च विमोचयेत् ।। १७।।
લોકોનાં બાળક અને કન્યાનું હરણ કરે તથા અમૂલ્ય રત્નો ચોરી જાય તે ચોરને ત્રણ વર્ષ બંદિખાનામાં રાખવો અને જામીન લઈને છોડવો. તેમ છતાં પાછો ચોરી કરે તો છ વર્ષ સુધી અંધારી કોટડીમાં કેદ કરવો કે જેથી તે કશું દેખી શકે નહિ. છ વર્ષે બીજા કોઈની જામીનગીરી લખી આપે તો છોડવો. शास्त्रौषधिगवाश्वानां हर्ता भूपेन पीड्यते । गृहीत्वा तद्धनं तस्मात्स्थाप्यो कारगृहे पुनः ॥ १८ ॥
શાસ્ત્રનાં પુસ્તકો, ઔષધિ, ગાયો, ઘોડાઓનું હરણ કરનારને રાજાએ પીડવો. તેનું તે ચોરેલું ધન લઈ તેને કેદખાનામાં નાખવો. • गुडाज्यक्षीरदनां च सिताकसभस्मनाम् ।
लवणस्य मृदश्चैव मृद्भांडानां तथैव च ।। १९ ॥ तैलमोदकपक्कानगुल्मवल्लीप्रसूनक- ।। कंदमूलच्छदीनां च हर्ता वर्षत्रयं वसेत् ॥ २० ॥ - ગોળ, ઘી, દુધ, દહી, સાકર, કપાસ, ભસ્મ, મીઠું, માટી, માટીનાં વાસણ, તેલ, લાડુ, પકવાન્ન, ગુચ્છા, વેલી, ફુલ, કંદમૂલ તથા પાંતરાં ચોરનાર ત્રણ વર્ષના કેદખાનામાં રહે. ૧. વર્ષાર્થ એ પાઠ કોઈએ મૂલના અક્ષર સુધારીને કર્યો છે. પણ તેમાં ભુલ
હોય તેમ લાગે છે. કારણ કે ઉપર જણાવ્યા પ્રમાણે નજીવી બાબતમાં મોટો દંડ કરનાર રાજા નરકમાં જાય છે. વળી યાજ્ઞવલ્કની સ્મૃતિમાં તે જ ચીજોની ચોરીને વાસ્તે તેના મૂલથી પાંચ ગણો દંડ કહ્યો છે. માટે વિદ્વાનોએ તે બાબત વિચારવા જેવી છે.
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org