________________
૧૮૨
स्ववंशगुणदर्पेण भर्तारं या न मन्यते ।
तां भिन्नां स्थापयेद्भूपो न पुनर्दर्शयेत्पतिम् ।। १५ ।।
પોતાના બાપના કુળના ઉંચાપણાને લીધે જે સ્ત્રી ગર્વથી સ્વામીને ગાંઠતી ન હોય તેને રાજાએ જૂદી રખાવવી, અને ફરીને સ્વામીનું મુખ દેખાડવું નહિ.
परस्त्रीं सेवते वर्षादज्ञातो यां च भूमिभूत् ।
तदुदंतं चरैर्ज्ञात्वा दंडयित्वा विवासयेत् ।। १६ ।।
કોઈપણ પુરૂષ જણાયા સિવાય પરસ્ત્રીનું એક વર્ષથી સેવન કરતો હોય તો તેનું ચરિત્ર પોતાના ગુપ્ત દૂતો દ્વારા જાણી રાજાએ તે પુરૂષનો દંડ કરી ગામ બહાર કાઢી મૂકવો. क्षत्रब्राह्मणवैश्यानां स्त्रीं वा कन्यां निषेवते । शतैर्दमनमाद्ये तु लिंगभेदः परे स्मृतः ।। १७ ।
ક્ષત્રી, બ્રાહ્મળ, તથા વૈશ્યની સ્રી કે કન્યાનું જે પુરૂષ સેવન કરે તો સ્ત્રીની બાબતમાં તેનો સો દંડ કરવો અને કન્યાની બાબતમાં લિંગ છેદન કરવું.
दंड्यो द्विजां द्विजो गच्छन् सहस्ररजतैर्भवेत् । क्षत्रियः क्षत्रियां गच्छन् दंड्यो युग्मसहस्रकैः ।। १८ ।।
બ્રાહ્મણ પારકી બ્રાહ્મણી સાથે આડો વ્યવહાર રાખે તો તેનો એક હજાર રૂપા મુદ્રાથી દંડ કરવો. ક્ષત્રીય બીજી ક્ષત્રાણી સાથે તેવો વ્યવહાર કરે તો તેનો બે હજાર રૂપા મુદ્રાથી દંડ કરવો. सेवेत वैश्यां चेद्वैश्यो दंड्यस्तुर्यशतप्रमैः । शूद्रस्तु शूद्रासेवी चेन्निष्कास्यो भूभुजा पुरात् ।। १९ ॥
વાણિયો જો પારકી વાણિયણને સેવે તો તેનો ચારસો રૂપિયા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org