________________
૧૮૦
परागंनाभिः संलापं यः कुर्याद्रहसि स्थितः । स दंड्यो भूभुजा तूर्णमावेश्यस्तस्करालये ।। ४ ।
જે માણસ પારકી સ્ત્રીઓ સાથે એકાન્તમાં બેસીને હાસ્ય-મશ્કરી વગેરે વાતો કરે તેને રાજાએ કેદખાનામાં પુરી ઉતાવળે દંડ કરવો. अदृष्टपूर्वस्त्रीभिर्यो राजाध्वनि च संलपेत् । केनापि हेतुना दंड्यो न स्यान्नो तद्व्यतिक्रमः ॥ ५॥
પ્રથમ કદિ નહીં દીઠેલી એવી સ્ત્રીઓ સાથે રાજમાર્ગમાં ઉભા રહી કોઈપણ કારણસર પુરૂષ વાત કરતો હોય તે દંડને પાત્ર નથી કારણ કે તે વ્યતિક્રમ ગણાતો નથી.
तीर्थे कूपे वने स्थाने विजनेऽभिलपेन्नरः । राज्ञा च सर्वथा दंड्यः परिणामाश्रयो विधिः ।। ६ ।।
તીર્થમાં, કુવા કાંઠે, વગડામાં અને મનુષ્ય વગરના એકાન્ત સ્થાનમાં જે પુરૂષ પારકી સ્ત્રી સાથે આલાપ કરતો હોય તેનો રાજાએ સર્વથા પ્રકારે દંડ કરવો, કારણ કે નિયમ પરિણામને આશ્રયી રહેલો છે.
एकासनाशनं देहे गंधलेपनमंबुना ।
केली रह: संलपनं तथा भूषणवाससाम् ॥ ७ ॥ परिधानं स्वहस्तेनान्योन्यं स्पर्शनचुंबने । सह खट्वासनं चैतदुभयोर्दंडकारणम् ।। ८ ।।
પરસ્ત્રી સાથે એક આસને જમવું, દેહને ગંધલેપ કરવો, જળ વડે ક્રીડા કરવી, એકાન્તમાં મશ્કરી ઠઠ્ઠા સાથે વાતો કરવી, ઘરેણા, વસ્ત્ર પોતાને હાથે પહેરાવવા, પરસ્પર એકબીજાનો સ્પર્શ તથા ચુંબન કરવાં તથા એક ખાટલા પર જોડે બેસવું, એ સર્વ સ્રી-પુરૂષ બન્નેના દંડનું કારણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org