________________
૧૫૯
शताद्गवां वत्सतरा द्विशताद्गोपवेतनम् । प्रतिवर्षं भवेद्देयं दोहदश्चाष्टमे दिने ।। १० ।।
દર વર્ષે ગોવાળનો પગાર સો ગાય પર એક વાછરડી અને બસો ગાય પર બે કરતાં વધારે વાછરડીઓ જાણવી. તેમજ દર આઠમે દિવસે તેને દુધનું પાત્ર આપવું.
नृपेण ग्रामलोकैश्च रक्षणीया वसुन्धरा । गवादिपशुवृत्यर्थं नो चेहुखं सदा भवेत् ।। ११ ।।
રાજાએ તથા ગામના લોકોએ ગાયો ઈત્યાદિ પશુઓને માટે ખેડ્યા વગરની ગોચર જમીન રક્ષણ કરી રાખવી, જો તેમ ન કરે તો હમેશાંનું દુ:ખ થાય છે. (પશુઓને ચારવાની જગા દરેક ગામ દીઠ હોવી જોઈએ એવો ભાવ છે) તત્ક્રમાળમારૢ ।। ગોચર જમીન કેટલી રાખવી તેનું પ્રમાણ કહે છે :
परिणाहोऽभितो रक्ष्यो ग्रामस्य धनुषां शतम् । શતકૂય વંટસ્થ નરમ્ય વતુ:શતમ્ ।। ૧૨ ।।
ગામની પાછળ ચારે પાસ સો, સો ધનુષ્ય વા, કર્બટ (બસ્સો ગામના મુલકની રાજધાની) પછવાડે બસો ધનુષ્ય વા, અને નગરની પાછળ ચારસો ધનુષ્ય વા ગોચર જમીન રાખવી.
सङ्क्षेपेणात्र गदितो विवादः स्वामिभृत्ययोः । व्यवहारेऽष्टमो भेदो विशेषः श्रुतसागरात् ।। १३ ।।
વ્યવહારમાં આઠમો ભેદ જે સ્વામિ ભૃત્યનો વિવાદ, તે અત્રે સંક્ષેપમાં કહ્યો, વિશેષ જાણવાની ઇચ્છા હોય તેમણે બૃહદર્હન્નીતિમાં જોઈ લેવો.
।। इति स्वामिभृत्यविवादप्रकरणम् ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org