________________
૧૪૮
તેમજ યુદ્ધમાં કે શરતમાં જીતાયેલા અથવા પોતાની મેળે આવીને રહેલા ચાકરો ચાકરી કરવાનું રાખેલા હોય તેમ છતાં ઉપર મુજબ - ખોરાકીના પૈસા ધણીને ભરી દેવાથી ચાકરીથી છૂટી શકે છે. દાસપણાથી બંધાયેલા બીજાઓ શેઠને કૃત્યનો બદલો આપ્યા સિવાય મુક્ત થઈ શકતા નથી. તેમાં પણ જે દીક્ષાથી ભ્રષ્ટ થઈ રહેલો હોય તેની પાસે રાજાએ બળ વાપરી દાસપણું કરાવવું. આ સઘળાં દાસપણાં વર્ણના એટલે બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય તથા શૂદ્રના જાતિક્રમ પ્રમાણે ઘટિત રીતે કરાવવું, નહિ કે પ્રતિલોમ્યપણે એટલે જે વર્ણને જે અધિકાર નથી તેવી વર્ણને તે ન કરવાનું કામ સોંપીને દાસપણું કરાવવું નહિ. એવો આશય જણાય છે.
અથ તાસત્વનિરવિરવિધિમાદ ! હવે ચાકરપણું છોડાવાનો વિધિ કહે છે. दासं स्वीयमदासं यः कर्तुमिच्छेत्प्रसादतः । ' तस्यांसतः स आदाय साम्भःकुम्भं च भेदयेत् ।। १४॥ छत्राधस्तं च संस्थाप्य मार्जयित्वा च तच्छिरः । पुष्पाक्षतानि तच्छीर्षे किरेढ्याच्च त्रिर्विभुः ।। १५ ।। अदासस्त्वमतो जातो दासत्वं च निराकृतं । वर्तितव्यं शुद्धचित्ताभिप्रायेण निरन्तरम् ॥ १६ ॥
જે શેઠ દાસ પર મહેરબાની કરીને પોતાના દાસપણામાંથી છૂટવાને ચાકર પર કૃપા કરે છે ત્યારે તેણે ચાકરના ખભા પરથી લઈને જળનો ભરેલો ઘડો કાણો કરી ચાકરને છત્રી નીચે રાખી ઘડાના જળ વડે તેના માથા પર માર્જન કરવું, અને તેના માથા પર ફરી ફરીને ત્રણ વખત પુષ્પ તથા અક્ષત વેરવા વળી ત્રણ વખત શેઠે કહેવું કે “આજથી તું ચાકરપણામાંથી છૂટ્યો. તારૂ દાસપણું ગયું. હવે તારે હમેશાં તારા પવિત્ર અન્તઃકરણના વિચારથી વર્તવું,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org