________________
૧૦૦ ધન વહેંચી લેવું. નનુ વિષ્ણુ પ્રાતૃપુ ચેષ્ટા રિયાધિકાર રૂત્યાદ બીજા ભાઈઓ નાની ઉમરના હોય ત્યારે મોટા ભાઈનો શો અધિકાર છે. તે કહે છે :अनुजानां लघुत्वेऽनुमतौ चाप्यग्रजो धनं । सर्वं गृह्णाति तत्पैत्र्यं तदा तान् पालयेत् सदा ॥ २०॥ विभक्तानविभक्तान् वै भ्रातृन् ज्येष्ठःपितेव सः । पालयेत्तेऽपि तं ज्येष्ठं सेवंते पितरं यथा ॥ २१ ॥ पूर्वजेन तु पुत्रेण अपुत्रो पुत्रवान्भवेत् । ततो न देयः सोऽन्यस्मै कुटुंबाधिपतिर्यतः ॥ २२ ॥
નાના ભાઈઓ ઉંમરલાયક થયા ન હોય તો તેમની અનુમતિથી પિતા તરફથી તેમના ભાગમાં મળેલું ધન મોટો ભાઈ પોતે સંઘરી રાખે, અને તે ઉંમરલાયક થાય ત્યાં સુધી તેમનું પાલન પોષણ તે કરે, ગમે તો વેંચાયા હોય અગર ન વેંચાયા હોય તો પણ અવશ્ય મોટોભાઈ પિતા તુલ્ય તેમનું પાલન કરે અને તેઓ પણ મોટાભાઈની પિતાની પેઠે સેવા કરે. પ્રથમ ઉત્પન્ન થયેલા પુત્ર વડે અપુત્રવાન પુત્રવાળો ગણાય છે, માટે તે પુત્ર બીજાને આપવો નહિ. કારણ કે તે કુટુંબનો અધિપતિ થાય છે.
ગત વ શ એટલા માટે કોઈએ કહ્યું છે કે :ज्येष्ठ एव हि गृह्णीयात्पत्र्यं धनमशेषतः । शेषास्तदनुसारित्वं भजेयुः पितरं यथा ॥ २३ ॥
પિતાનું સઘળું ધન મોટાભાઈએ જ લેવું, અને નાના ભાઈઓએ પિતાની પેઠે તેની આજ્ઞામાં રહીને ચાલવું. વન વિમા कालोत्तरजातकन्याविवाहः पित्रोः प्रेतयोः कैः कार्य इत्याह ।। હવે વિભાગ પાડ્યા પછી જન્મેલી બહેનનું લગ્ન સંબંધી કાર્ય માતા પિતાના મરણ પછી કોણ કરે તે કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org