________________
૯૬
सर्वेषां द्रव्यजातानां पिता स्वामी निगद्यते ।। स्थावरस्य तु सर्वस्य न पिता न पितामहः ।। ६ ।। जीवत्पितामहे तातो दातुं नो स्थावरं क्षमः ॥ तथा पुत्रस्य सद्भावे पितामहमृतावपि ।। ७ ।।
દાયભાગ દ્રવ્યના પડે છે તે દ્રવ્ય બે પ્રકારનું છે, સ્થાવર તથા જંગમ ઘર બાગ, બગીચા, તથા ખેતર વગેરે જે સ્થિર વસ્તુ તે સ્થાવર દ્રવ્ય, અને સોનું, રૂપું વગેરે જે પ્રયોગથી બીજી જગાએ જઈ શકે, એવી મીલકત જંગમ કહેવાય. સ્થાવર ધન લોકમાં પ્રતિષ્ઠાજનક કહેવાય છે. આપત્તિ આવ્યા સિવાય સ્થાવર દ્રવ્યને કદી વહેંચવું કે વેચવું નહિ. સઘળાં ધનનો સ્વામી પિતા કહેવાય છે ખરો, છતાં સ્થાવર મીલકતનો માલિક તો પિતા કે પિતામહ થતો નથી. દાદો જીવતો હોય તો પિતાને સ્થાવર મીલ્કત આપવાનો કે વેચવાનો અધિકાર નથી, દાદો મરી ગયો હોય અને પોતાનો પુત્ર હોય તો પણ બાપને સ્થાવર મીલ્કત આપી દેવાની કે વેચવાની સત્તા નથી. અત્ર વાતુમિતિ વિયસ્યાપ્યુપનક્ષળમ્ ।। ઉપરના શ્લોકમાં ‘વાતું એ પ્રકારનું પદ મૂક્યું છે તે પરથી વેચવાના સંબંધમાં પણ એ નિયમ સમજી લેવો.
पिता स्वीयार्जितं द्रव्यं स्थावरं द्विपदं तथा ।। दातुं शक्तो न विक्रेतुं गर्भस्थेऽपि स्तनंधये ।। ८ ॥ बाला जातास्तथाजाता अज्ञानाश्च शवा अपि ।। सर्वे स्वजीविकार्थं हि तस्मिन्नंशहरा स्मृताः ।। ९ ।। आप्राप्तव्यवहारेषु तेषु माता पितापि वा ।। कार्ये त्वावश्यके कुर्यात्तस्य दानं च विक्रयम् ।। १० ।।
પિતા, પોતે પેદા કરેલી સ્થાવર અને દ્વિપદરૂપ મીલકત પુત્ર ગર્ભમાં હોય કે ધાવણો હોય તેમ છતાં કોઈને આપી કે વેચી શકે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org