________________
૯૫
स्वस्वत्वापादनं दायः स तु द्वैविधमश्रुते ॥ आद्यः सप्रतिबंधश्च द्वितीयोऽप्रतिबंधकः ॥ २ ॥
પોતાનું સ્વકીયત્વ પ્રતિપાદન કરવું તે દાય કહેવાય, તે દાય બે પ્રકારનો છે. પહેલો સપ્રતિબંધ, અને બીજો અપ્રતિબંધક તાયો नाम मातृपितृपितामहादिवस्तूनां स्वस्वत्वापादनं येन तद्व्ययादौ कोपि निषेधुं न शक्नोति स द्विविधः सप्रतिबंध-कोऽप्रतिबंधकश्च तत्रपितृव्यभ्रातृजादीनां पुत्रादिप्रतिबंधकभावेन यत्स्वत्वं स सप्रतिबंधकः । तत्र पुत्रादीनां प्रतिबंधकत्वात् । पुत्रपौत्रादीनां त्वप्रतिबंधकः पुत्रत्वेन तत्स्वामित्वे नहि कोपि प्रतिबंधकोस्तीति ।
માતા પિતા તથા દાદા વગેરે એ વંશપરંપરાથી ઉપાર્જન કરેલી વસ્તુઓ ઉપર પોતાનું સ્વકીયત્વ-પ્રતિપાદન કરવું કે જે સ્વકીયત્વ સત્તાથી તેને ખરચ અથવા ઉપભોગ કરતાં કોઈ નિષેધ કરી ન શકે, તેનું નામ “દાય' કહેવાય તે “દાય” બે પ્રકારનો છે, એક સપ્રતિબંધક અને બીજો અપ્રતિબંધક, તેમાં જો કાકા, અગર કાકાના છોકરા વગેરેનો પ્રતિબંધ હોય તો સ્વકીયત (પોતાપણું) તે સપ્રતિબંધકદાય કહેવાય, કારણ કે તેમાં કાકાના પુત્રાદિકોનું પ્રતિ બંધકપણું છે. પોતાના પુત્ર પૌત્રાદિકના સ્વકીયત્વમાં તો અપ્રતિ બંધક છે કેમકે પુત્ર પણાને લઈ તે દ્રવ્યના સ્વામિપણામાં કોઈ પણ બીજો પ્રતિબંધ
नथी..
दायों भवति द्रव्याणां तद्व्यं द्विविधं स्मृतं ॥ स्थावरं जंगमं चैव स्थितिमत् स्थावरं मतम् ॥ ३ ॥ गृहारामादिवस्तूनि स्थावराणि भवंति च ॥ .. जंगमं स्वर्ण रौप्यादि यत्प्रयोगेण गच्छति ।। ४ ।। न विभाज्यं न विक्रेयं स्थावरं च कदापि हि ॥ प्रतिष्ठाजनकं लोके आपदाकालमंतरा ॥ ५ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org