________________
રૂડે પ્રકારે વિવેચન કરવામાં મને સબુદ્ધિ આપો. તત્ર વુિં નામ શ્રીમ્ રૂણ કોને કહેવું ? याचितेन धनिनाथ केनचित् दीयते सनियमं पराय यत्। तदृणं निगदितं बुधैर्मिषलोभतः प्रतिदिनं सुवृद्धिकृत् ॥२॥
કોઈ માણસ ધનવાનની યાચના કરે કે “મને અમૂક રકમ આપો' તેનું વચન સાંભળી ધનવાન વ્યાજની લાલચથી અમુક વ્યાજ ઠરાવી તેને અમુક નિયમથી નાણાં ધીરે તેને વિદ્વાનોએ “રૂણ' એ પ્રકારનું નામ આપેલું છે. તે પ્રતિદિન વૃદ્ધિ પામે છે. તન ના પ્રાઈ તાદ છે કરજ કોણે અને ક્યારે લેવું તે કહે છે :कुटुंबावनधर्मापन्मित्राद्यावश्यकर्मणि ।। निर्द्धने नान्यथावाप्तौ ऋणं ग्राह्यं च ऋक्थिनः ॥ ३॥ प्रतिमासं मिषं दद्यात् वृद्धौ दुःखं महद्भवेत् । पुनश्च नियते काले देयात् स्वं सोऽधमर्णकः ।। ४ ।। काले व्यतीते नियते ह्युत्तमर्णेन याचितो । ऽपि नो दद्यात् तदा ऋक्थी राजानं स्वं निवेदयेत् ।।५।।
કુટુંબનું રક્ષણ કરવારૂપ ધર્મમાં આપત્તિ આવી હોય ત્યારે અને મિત્રનું અવશ્ય કર્મ હોય અને બીજી કોઈ રીતે નાણાં ન મળે તો નિર્ધનને ગૃહસ્થની પાસેથી નાણાં વ્યાજે લેવાં પડે છે. લીધા પછી કરજદારે પ્રતિમાસે તેનું વ્યાજ આપી દેવું જોઈએ, તે ન આપે અને દેવી રકમ વધી પડે તો વધારે દુઃખ થાય. કરજદારે ઠરાવેલી મુદત નાણાં ભરી દેવા. નાણાં ભરવાની ઠરાવેલી મુદતે કરજદારથી નાણાં ન ભરી શકાય અને લેણદાર માગણી કરે તે છતાં નાણાં ન આપી શકે તો પછી તે લેણદાર રાજાને ફરિયાદ કરે છે. થની યાદીત્યા દ્રવ્ય તેયાત ધની કેવી રીતે નાણું ધીરે છે તે કહે છે :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org