________________
૬૧
તને લાગશે' એમ કહી પાતકના સોગન આપવા. શુદ્રને ક્યા કયા પાતક કહેવા તે દર્શાવે છે - स्त्रीबालगर्भधाते यजीवानामग्निपातके । पापं तत्सर्वमाप्नोति यः साक्ष्यमनृतं वदेत् ॥ ४८ ।।
સ્ત્રી હત્યા, બાળ હત્યા, ગર્ભપાત તથા જીવોને અગ્નિમાં બાળવાથી જે પાપ થાય છે તે સઘળાં પાપ જે સાક્ષી જૂઠું બોલશે તેને લાગશે. दानपूजादिजं पुन्यमसत्येन विनश्यति । ज्ञात्वेति साधनं ब्रूयुः साक्षिणस्ते यथायथम् ॥ ४९॥
જે આગળ દાન, પૂજા ઈત્યાદિ કરીને પુન્ય ઉપાર્જન કરેલું હશે તે જૂઠી સાક્ષી પુરવાથી નાશ પામશે માટે જે જાણતા હોય તે બરોબર આ કામના સંબંધમાં સાક્ષીઓએ કહેવું.
कीदृशाः साक्षिणो मान्या भवंतीत्याह । - કેવા સાક્ષીઓની સાક્ષી માનવા યોગ્ય છે તે કહે છે :यथार्थवादी निर्लोभः क्षमाधर्मपरायणः । निर्मोहो निर्भयस्त्यागी साक्षी मान्य उदाहृतः ॥५०॥ लोभी गद्गद्वाग् दुष्टो रुद्धकंठो विरुद्धवाक् । क्रोधी व्यसनसेवी च साक्ष्यमान्यः स्मृतो बुधैः ।।५१।। - યથાર્થ બોલનારો, નિર્લોભી, ક્ષમાવાળો, મોહરહિત, નિર્ભય તથા ત્યાગી (દાન પુન્ય કરનાર) એટલાં લક્ષણવાળો સાક્ષી માન્ય કરવા યોગ્ય છે. લોભી, ગદ્ગદ્ વાણી બોલનારો, દુષ્ટ, બોલતાં કંઠ રૂંધાઈ જાય તેવો, વિરૂદ્ધ બોલનારો, ક્રોધી તથા વ્યસની એટલાં અપલક્ષણવાળો સાક્ષી, માન્ય કરવા યોગ્ય વિદ્વાનોએ ગણ્યો નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org