________________
વ્યાખ્યાન
કલ્પસૂત્ર ) કેટલીક બીજી વિગત પણ લક્ષણોની કહે છે: પદ્મ, વજ, અંકુશ, છત્ર, શંખ અને મત્સ્ય જના
પગમાં હોય તે લક્ષ્મીપતિ થાય. જેના નખ ચીકણા તાંબાના જેવા વર્ણવાળા હોય તે સુખી થાય. જેના ચળકતા, ઉજ્જવલ, ચીકણા, પરસ્પર મળેલા એવા બત્રીશ દાંત હોય તે રાજા થાય. એવા જેના એકત્રીશ દાંત હોય તે ભોગી થાય. એવા જેના ત્રીશ દાંત હોય તે મધ્યમ સ્થિતિનો થાય. એવા જેના ત્રીશથી પણ ઓછા દાંત હોય તે સામાન્ય કોટીનો થાય છે. જે પુરુષ અત્યંત ઠીંગણો, અત્યંત લાંબો, અત્યંત જાડો, અત્યંત દુબળો, અત્યંત કાળો, અત્યંત ગૌર વર્ણવાળો હોય, એ છે પુરુષો સત્વશાળી હોય છે.
માણસોને જમણી બાજુએ જમણા આવર્તી હોય તો તે શુભ સૂચવનારા છે. અને ડાબી બાજુએ ડાબા આવર્તી હોય તો તે અતિ અશુભ સૂચવનારા છે. જમણી બાજુ ડાબા આવર્ત અને ડાબી બાજુ જમણા આવર્ત હોય તો તે મધ્યમ ફળ સૂચવનાર છે. જેમના હાથનું તળિયું લાલ હોય તે ધનવાન હોય, લીલું હોય તે દારૂડિયો હોય, પીળું હોય તે પરસ્ત્રી લંપટ હોય, અને
કાળું-મલિન હોય તે નિર્ધન હોય. જેના હાથનું તળિયું ઊંચું હોય તે દાતાર હોય, ઊંડું હોય તે 5) નિર્ધન હોય, વાટકા જેવું ગોળ તથા ઊંડું હોય તે ધનવંત હોય. હાથની આંગળીઓ પાતળી અને તો સીધી હોય તો સારી જાણવી.
આયુષ્ય રેખાના પલ્લવો (નાની રેખાઓ) જો આયુષ્ય રેખાની સન્મુખ નીકળે તો તે સંપત્તિને સૂચવનારા છે. એ જો આંગળીઓ તરફ નીકળે તો વિપત્તિને સૂચવનારા છે. જેને મણિબંધથી ઊર્ધ્વ રેખા નીકળીને અંગુઠાની સન્મુખ આવે તો તેને સુખનો, ધનનો, અને રાજ્યનો લાભ થાય, એ રેખા જો તર્જની સન્મુખ આવે તો રાજા થાય અથવા રાજા સરખો થાય, એ રેખા જો મધ્યમાં સન્મુખ આવે તો આચાર્ય અથવા સેનાપતિ થાય, એ રેખા જો અનામિકા સન્મુખ આવે તો ઘણા
ધનવાળો સાર્થવાહ થાય, અને જો એ રેખા કનિષ્ઠિકા સન્મુખ જાય તો લોકોમાં પ્રતિષ્ઠા પામે, ક જેની છાતી વિશાલ હોય તે ધન તથા ધાન્યનો ભોગી થાય, જેનું મસ્તક વિશાલ હોય તે ઊત્તમ
SGGSS LLLLL44444
)
) ૩૮
in Education international
For Personal Private Lise Only
w
elbrary.org