________________
કલ્પસૂત્ર
FRE
Jain Education international
જૈન શાસ્ત્રોમાં વીશ ક્રોડાક્રોડ સાગરોપમ પ્રમાણ કાળને એક કાળચક્ર કહેલ છે. એના
ઉત્સર્પિણી અને અવસર્પિણી એમ બે ભેદ છે. જે કાળમાં સમયે સમયે સમસ્ત પદાર્થોના વર્ષાદિગુણોની વૃધ્ધિ થાય તે દશ કોડાકોડી સાગરોપમ કાળ પ્રમાણવાળો ઉત્સર્પિણી કાળ કહેવાય, જે કાળમાં સમયે સમયે સમસ્ત પદાર્થોના વર્ણાદિ ગુણોની અનુક્રમથી હાનિ થાય તે દશ કોડાકોડી સાગરોપમ કાળ પ્રમાણવાળો અવસર્પિણી કાળ કહેવાય. એ બન્નેના છ છ આરા છે, એટલે બાર આરાના એ ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળને એક કાળચક્ર કહેવાય છે. એ કાળચક્ર વીશ ક્રોડાક્રોડ સાગરોપમ પ્રમાણનું છે. અવસર્પિણી કાળના છ આરાનું સંક્ષિપ્ત સ્વરૂપ આ પ્રમાણે છે. પહેલો આરો ચાર કોડાકોડી સાગરોપમ કાળનો છે, એ સુષમ સુષમ નામના પહેલા આરાના મનુષ્યો ત્રણ ગાઉના શરીરવાળા, ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા, બસો છપ્પન પાંસળીઓવાળા હોય છે, ત્રણ દિવસનાં આંતરે તેમને ભૂખ લાગે ત્યારે તુવેરની દાળ પ્રમાણ ભોજન કરી અત્યંત તૃપ્ત થનારા હોય છે. દશ પ્રકારના કલ્પવૃક્ષો તેમને મનવાંછિત આપનારા હોય છે. એ મનુષ્યો અત્યંત સુખી હોય છે. આયુષ્યના લગભગ અંત સમયે તેઓ પુત્ર પુત્રી રૂપ એક યુગલને જન્મ આપી, ઓગણપચાશ દિવસ એ યુગલને પાળીને મૃત્યુ પામી સ્વર્ગે જાય છે. પહેલા આરાના અંતે ઘટતું જતું આયુષ્ય બે પલ્યોપમનું અને શરીર પ્રમાણ બે ગાઉનું રહે છે. યુગલિયાના વાંછિત પુરનારા દશ કલ્પવૃક્ષોનું સ્વરૂપ કહે છે. એક કલ્પવૃક્ષ ઘર આપે છે, બીજું જ્યોતિ આપે છે. ત્રીજું આભૂષણ આપે છે, ચોથું ભોજન આપે છે, પાંચમું પાત્ર આપે છે, છઠ્ઠું વસ્ત્ર આપે છે. સાતમું વિવિધ પ્રકારના નિવાસસ્થાન આપે છે, આઠમું વાજિંત્ર આપે, નવમું પુષ્પમાલા આપે છે અને દશમું કલ્પવૃક્ષ દિપકની જ્યોત આપે છે.
યુગલિયાઓ કોમળ મનવાળા, સરલ પ્રકૃતિવાળા, ઉપશાંત રાગદ્વેષવાળા અને અત્યંત સંતોષવાળા હોય છે.
For Personal & Private Use Only
குழுழுழுழுழுகுகுகு
HE
વ્યાખ્યાન
૧
૩૧
www.jainerary.caf,