________________
કલ્પસૂત્ર
અવયવોથી સંપૂર્ણ, પરિપૂર્ણ એવા કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રભુને ઉત્પન્ન થયા, તથા સ્વાતિ વ્યાખ્યાન
નક્ષત્રમાં ભગવાન શ્રી મહાવીર દેવ મોક્ષે ગયા. વીર પ્રભુના આ પાંચ કલ્યાણક સંક્ષેપથી કહ્યા. * હવે એ વીર પ્રભુનું ચરિત્ર થોડા વિસ્તારથી કહે છે.
તે કાળ અને તે સમયને વિષે શ્રમણ ભગવાન શ્રી મહાવીર દેવ ગ્રીષ્મ ઋતુનો ચોથો માસ, આઠમું પખવાડિયું એટલે આષાઢ શુક્લ પક્ષ, એ પક્ષની છઠ્ઠની રાત્રીએ, સર્વ વિમાનોમાં અત્યંત શ્રેષ્ઠ, શ્વેત કમલ સમાન, મહાવિજયવંત, વીશ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા એવા દશમાં પ્રાણત નામના દેવલોકના પુષ્પોત્તર નામના વિમાનથી દેવ આયુષ્ય પૂર્ણ થયે, દેવગતિ નામ કર્મનો ક્ષય થયે, અને વૈક્રિય શરીરમાં રહેવાનો સમય પૂર્ણ થયે વ્યા, એટલે દેવસંબંધી શરીરને ત્યજીને આ જંબુદ્વીપમાં દક્ષિણાર્ધ ભરતમાં આ અવસર્પિણી કાળમાં સુષમ સુષમ નામનો ચાર કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળો પહેલો આરો પુરો થયા પછી સુષમ નામનો ત્રણ કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળો બીજો આરો પુરો થયા બાદ, સુષમ-દુષમ નામનો બે કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળો ત્રીજો આરો પુરો થયો, ત્યાર બાદ પણ બેંતાલીશ હજાર વર્ષ ઓછા એવો એક કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળો ચોથો આરો ઘણો વ્યતીત થયો, એટલે ચોથા આરાને પૂરો થવાને પંચોતેર વર્ષ અને સાડા આઠ માસ બાકી હતા ત્યારે ઇશ્વાકુ વંશના કાશ્યપ ગોત્રીય એકવીશ તીર્થંકરો થઈ ગયા, અને હરિવંશના ગૌતમ ગોત્રવાલા બે તીર્થકરો પણ થઇ ગયા, એટલે પૂર્વ ત્રેવીસ તીર્થંકરો આગળ થઇ ગયા હતા, એવા સમયે ચોવીસમા તીર્થકર ) મહાવીર થાશે એમ પૂર્વના તીર્થંકરોથી નિર્દિષ્ટ એવા ભગવાન શ્રી મહાવીર બ્રાહ્મણકુંડગ્રામ 5) નામના નગરમાં કોડાલ ગોત્રવાલા ઋષભદત્ત નામના બ્રાહ્મણની જાલંધર ગોત્રવાળી દેવાનંદા નામની બ્રાહ્મણી પત્નીની કુક્ષીમાં મધ્યરાત્રીના સમયે ઉત્તરા ફાલ્યુની નક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થયે છતે દેવ સંબંધી ભવ, આહાર અને શરીરનો ત્યાગ થવાથી ગર્ભપણે ઉત્પન્ન થયા. અહીં કાળચક્રનું પ્રમાણ કહે છે.
தகுகுகுகுகுகுகுகுகு
A5 55 55 55 55 55 55 55 55 55 55 55 55 55 54
in Education international
For Personal Private Lise Only