________________
કલ્પસૂત્ર
» વ્યાખ્યાન
કલ્પસૂત્ર વ્યાખ્યાન - ૧
455 54444444444444444
નમો અરિહંતાણં -શ્રી અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ. નમો સિધ્ધાણં – શ્રી સિધ્ધ પરમાત્માઓને નમસ્કાર થાઓ. નમો આયરિયાણં - શ્રી આચાર્ય ભગવંતોને નમસ્કાર થાઓ. નમો ઉવજઝાયાણં – શ્રી ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર થાઓ. નમો લોએ સવ્વસાહૂણં - લોકમાં રહેલ સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. એસો પંચ નમુક્કારો – એ પાંચને કરેલો નમસ્કાર. સવ્વ પાવપ્પણાસણો - સર્વ પાપોનો નાશ કરનાર. મંગલાણં ચ સવ્વસિં - અને સર્વ મંગલોમાં.
પઢમં હોઈ મંગલમ્ - પ્રથમ મંગલરૂપ છે. તે કાળમાં એટલે અવસર્પિણી કાળનાં ચોથા આરાને અંતે, તે સમયમાં તપસ્યાવંત ભગવાન શ્રી મહાવીર દેવના અવનાદિ પાંચ પ્રસંગ ઉત્તરા ફાલ્યુની નક્ષત્રમાં થયા છે. મહાવીર પ્રભુ ઉત્તરા ) ફાલ્વની નક્ષત્રમાં દશમા પ્રાણી નામના દેવલોકથી ઍવીને દેવાનંદા બ્રાહ્મણીના ગર્ભમાં આવ્યા, 5 હસ્તોત્તરા નક્ષત્રમાં એક ગર્ભથી બીજાના ગર્ભપણે આવ્યા એટલે દેવાનંદાની કુક્ષીથી ત્રિશલારાણીની કુક્ષીમાં ગર્ભપણે મુકાયા, ઉત્તરા ફાલ્યુની નક્ષત્રમાં જન્મ્યા, ઉત્તરા ફાલ્યુની નક્ષત્રમાં દ્રવ્યથી કેશ વગેરેનો લોચ કરી અને ભાવથી રાગદ્વેષ દૂર કરી ઘરમાંથી નીકળી સાધુપણાને પ્રાપ્ત થયા. દીક્ષા લીધી. અને ઉત્તરા ફાલ્વની નક્ષત્રમાં અનંત વસ્તુના વિષયવાળા, અનુપમ, ભીંત સાદડી વિગેરેના વ્યાઘાત વિનાના, વસ્તુઓના સર્વ પર્યાયોને જણાવનારા, સર્વ
SELE SISSE SISSE EGGLEE954
Jain Education international
For Personal & Private Lise Only
www.nelorry ang