________________
કલાત્ર સ્વસ્થાને ચાલ્યો ગયો. આ પ્રસંગથી લોકોમાં નાગકેતની ઘણી પ્રશંસા થઈ. પૃથ્વીપતિએ પણ
નાગકેતુને ઘણું આદરમાન આપી સત્કાર કર્યો. કોઈક સમયે જિનપૂજા કરતાં નાગકેતુને પુષ્પોમાંથી નીકળેલા તંબોલી સર્પે દંશ દીધો. એ સર્પનું વિષ આખા શરીરે વ્યાપી ગયું. નાગકેતુ શુભધ્યાનથી ક્ષપક શ્રેણીને પામી કેવળજ્ઞાન પામ્યા. શાસનદેવીએ અનિવેશ આપ્યો તે ધારણ કરી દે પૃથ્વીપીઠ પર વિચરતા અનેક ભવ્ય જીવોને પ્રતિબોધ પમાડતા નાગકેતુ કેવળી અંતે મોલમાં રે ગયા.
આ નાગકેતુનો વૃતાંત સાંભળી જે જીવો છ8, અઠ્ઠમ આદિ તપ કરતાં છતાં કલ્પસૂત્ર સાંભળે છે તે જીવો પ્રાયે આઠ ભવમાં મોક્ષે જાય છે. આ કલ્પસૂત્ર પાપનો નાશ કરનાર મનોવાંછિત પૂરનાર, ઘનઘાતિ કર્મને ટાળનાર છે. આ કલ્પસૂત્ર વાંચનારવાંચનારને સહાય કરનાર,
કલ્પસૂત્રના અક્ષરે અક્ષર સાંભળનાર અને વિધિસહિત એનું આરાધન કરનાર પ્રાયે આઠ ભાવમાં વિ મોક્ષે જાય છે.
ભગવાન શ્રી મહાવીર દેવ કહે છે કે, હે ગૌતમ ! જિનશાસનને વિસ્તારવામાં એક ચિત્તવાળા બનીને પ્રભાવના અને પૂજા કરવામાં તત્પર બનીને જે માણસો આ કલ્પસૂત્રને એકવીશ વાર સાંભળે છે તે માણસો આ સંસાર સમુદ્રને તરી જાય છે. કલ્પસૂત્ર સાંભળીને ધર્મની દરેક પ્રકારની આરાધનામાં જોડાઈ જવાની જીવોને વૃત્તિ થાય છે. અને ધર્મમાં જોડાઈ જાય છે. તેથી તેઓ સંસાર સમુદ્રને તરી જાય છે.
આ કલ્પસૂત્ર પ્રત્યાખ્યાન પ્રવાદ નામના નવમાં પૂર્વમાંથી ચૌદપૂર્વધારી યુગપ્રધાન ? શ્રી ભદ્રબાહુસ્વામિએ ઉદ્ધરેલ શ્રી દશાશ્રુતસ્કંધનું આઠમું અધ્યયન છે. “પુરુષવિશ્વાસે વચનવિશ્વાસ” એ ઉકિત પ્રમાણે શ્રી કલ્પસૂત્ર અત્યંત વિશ્વાસપાત્ર મહાપુરુષનું બનાવેલ હોવાથી અત્યંત માનનીય છે.
14444444444444444444
HHHHHHHHHH
Jain Education international
For Personal & Private Lise Only
www.jainelibrary.org