________________
કલ્પસૂત્ર
PHY
Jain Education Interna
અહીં ચૌદ પૂર્વના નામ અને પ્રમાણ કહે છે. - પહેલો ઉત્પાદપૂર્વ અંબાડી સહિત એક હાથી જેટલી મશીની શાહીથી લખાય, બીજો આગ્રાયણીપૂર્વ બે હાથી જેટલી મશીની શાહીથી લખાય, ત્રીજો વીર્યપ્રવાદપૂર્વ ચાર હાથી પ્રમાણ મશીની શાહીથી લખાય, ચોથો અસ્તિનાસ્તિપ્રવાદપૂર્વ આઠ હાથી પ્રમાણ મશીની શાહીથી લખાય, પાંચમો જ્ઞાનપ્રવાદપૂર્વ સોળ હાથી પ્રમાણ મશીની શાહીથી લખાય, છઠ્ઠો સત્યપ્રવાદપૂર્વ બત્રીશ હાથી પ્રમાણ મશીની શાહીથી લખાય, સાતમો આત્મપ્રવાદપૂર્વ ચોસઠ હાથી પ્રમાણ મશીની શાહીથી લખાય, આઠમો કર્મપ્રવાદપૂર્વ એકસો અઠયાવીશ હાથી પ્રમાણ મશીની શાહીથી લખાય, નવમો પ્રત્યાખ્યાનપ્રવાદપૂર્વ બસો છપ્પન હાથી પ્રમાણ મશીની શાહીથી લખાય, દશમો વિદ્યાપ્રવાદપૂર્વ પાંચસો બાર હાથી પ્રમાણ મશીની શાહીથી લખાય, અગિયારમો કલ્યાણપ્રવાદપૂર્વ એક હજાર ચોવીશ હાથી પ્રમાણ મશીની શાહીથી લખાય, બારમો પ્રાણાવાયપ્રવાદપૂર્વ બે હજાર અડતાલીશ હાથી પ્રમાણ મશીની શાહીથી લખાય, તેરમો ક્રિયાવિશાલપૂર્વ ચાર હજાર છન્નુ હાથી પ્રમાણ મશીની શાહીથી લખાય, ચૌદમો લોકબિંદુસારપૂર્વ આઠ હજાર એકસો બાણું હાથી પ્રમાણ મશીની શાહીથી લખાય, એ ચૌદ પૂર્વને લખાવતાં સોળ હજાર ત્રણસો ત્યાસી હાથી પ્રમાણ મશીની શાહી જોઇએ. આ ચૌદ પૂર્વ પહેલાં કોઇએ લખ્યા નથી લખાતા નથી અને લખાશે પણ નહીં, પરંતુ એમને લખાવવાનું પ્રમાણ કેવળી ભગવંતોએ કહેલ છે.
શ્રી કલ્પસૂત્ર પહેલા ભાદરવા સુદિ પાંચમના સાંવત્સરિક પ્રતિક્રમણ બાદ મધ્ય રાત્રીએ શ્રી ગુરુમહારાજ ઉભા રહીને મુખપાઠથી કહેતા તેને બધા સાધુઓ કાઉસ્સગ્ગમાં રહીને શ્રવણ કરતા, બીજે દિવસે ભાદરવા સુદિ છઠ્ઠના ગુરુમહારાજ સાધ્વીજીઓને સંભળાવતા. શ્રી મહાવીર દેવના નિર્વાણથી ૯૮૦ વર્ષે પુસ્તકો લખાયાં ત્યારે આ કલ્પસૂત્ર પણ લખાણું. ૯૯૩ માં વર્ષે આનંદપુર (વડનગર) માં ધ્રુવસેન રાજાનો એક જ પુત્ર હતો તે પર્યુષણ પહેલાં મૃત્યુ પામ્યો. ‘કોઇક પ્રતમાં કુમારને દાહજવર ઉત્પન્ન થયેલ એમ જણાવેલ છે.’' રાજા પુત્રના શોકને લીધે ઉપાશ્રય આવતો
For Personal & Private Use Only
குகுகுகுகு
માંડણી
૨૪
www.aihelioreryone