________________
કલ્પસૂત્ર
GF GF GF
નિર્વિઘ્નતાએ સારી રીતે થઇ શકે એમ હોય. એવા તેર ગુણવાળું ઉત્તમ ક્ષેત્ર કહેવાય. તેમાં સાધુ ન માંડણી કે સાધ્વીઓએ ચાતુર્માસ કરવું જોઇએ.
Jain Education International
પાંચથી બાર ગુણવાળું ક્ષેત્ર ચાતુર્માસ માટે મધ્યમ ક્ષેત્ર કહેવાય. જો તેર ગુણવાળું ક્ષેત્ર ન મળે તો મધ્યમ ક્ષેત્રમાં ચાતુર્માસ કરવું, મધ્યમ ક્ષેત્ર પણ ન મળે તો આ રીતના ચાર ગુણવાળું ક્ષેત્ર જઘન્ય કહેવાય. (૧) સ્થંડિલ ભૂમિ નિર્દોષ હોય. (૨) સ્વાધ્યાય સુખેથી થઇ શકતું હોય. (૩) જિનચૈત્ય હોય. (૪) અને આહારપાણી સારી રીતે મળી શકતા હોય. એ ચાર ગુણવાળા ક્ષેત્રમાં સાધુ સાધ્વીઓએ ચાતુર્માસ કરવું. હાલનાં સમયમાં ગુરુ મહારાજે આદેશ આપેલ ક્ષેત્રમાં ચાતુર્માસ કરવું એ વ્યવહાર છે તેનું ઉલ્લંઘન ન કરવું.
નવ કલ્પી વિહાર કરનાર સાધુ ભગવંતો વર્ષા કાળમાં એક સ્થાને રહી ધર્મની ઘણી આરાધના કરે-કરાવે છે. જિનેશ્વરદેવોએ કહેલ ઉપદેશ આપી લોકોને ધર્મમાં જોડે છે. ધર્મમાં ૐ સ્થિર કરે છે. અનેક શાસન પ્રભાવનાના કાર્યો કરે-કરાવે છે. વર્ષા કાળ સિવાયના આઠ માસમાં
પણ ગામો ગામ વિચરી તીર્થંકર દેવોએ કહેલ ઉપદેશ આપી અનેક ભવ્યાત્માઓને ધર્મ પમાડે છે. અનેક આત્માઓને સર્વવિરતિ આપી સાધુ બનાવી ઉદ્ધાર કરે છે. અનેક આત્માઓ કે જેઓ સર્વવિરતિ સ્વીકારવાને સમર્થ નથી થતા તેમને દેશવિરતિ આપી સર્વવિરતિની ભાવના જાગૃત રખાવે છે. એ શ્રમણો તીર્થંકર પરમાત્માઓના ઉપદેશ પ્રમાણે ઉપદેશ આપતાં કહે છે કે, હે ભવ્યાત્માઓ! આ અસાર સંસારમાં અજ્ઞાનપણે કર્મ કરી જીવો ચોર્યાશીલાખ જીવાયોનિઓમાં જન્મ મરણાદિ પામીને ચાર ગતિમાં અસહ્ય દુઃખોને સહન કરતાં છતાં ભટક્યા કરે છે. ધર્મ કર્યા વિના જીવોના ભવોનો અને દુઃખોનો અંત આવતો નથી. નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિમાં જીવો કેવા કેવા દુઃખો પામે છે તેનું થોડું વર્ણન સાંભળો.
નરક પૃથ્વી સાત છે, તેમાં પહેલી ત્રણ નરક અત્યંત ઉષ્ણ છે, છેલ્લી ત્રણ નરક અત્યંત શીતલ છે, વચ્ચેની ચોથી નરક ઉપરની અર્ધ ઉષ્ણ છે નીચેની અર્ધી શીતલ છે. નરકની ઉષ્ણતા અને
For Personal & Private Use Only
E
૧૩
www.jainalarary clg