________________
કલ્પસૂત્ર
பருருருருருருரு
044444444444444
બીજું દ્રષ્ટાંત કહેવાય છે.-એક વેપારીનો પુત્ર અવિનયી અને વક્ર જડ હતો. એના પિતાજી એને ઘણીવાર ઘણું સમજાવતા, તેમાં એમ પણ કહેતા કે માતાપિતા વિગેરે વડીલોની સામે ન
બોલવું જોઇએ. એક વખત માતાપિતા વિગેરે ઘરના બધા માણસો બહાર ગયા ત્યારે આજે હું E ઠીક કરીશ, એમ વિચારીને ઘરના બારીબારણા બંધ કરીને બેસી ગયો. માતાપિતા વિગેરે પાછા
ઘરે આવ્યા, દરવાજા ખખડાવ્યા, દરવાજો ઉઘાડવા મોટેથી સાદ કરી કહ્યું, છતાં તે પુત્રે ઉત્તર પણ ન આપ્યો, એટલે પિતા ભીંત ઉપર ચડી અંદર ગયા ત્યારે પુત્રને હસતો જોયો, પિતાએ પુત્રને ઉપાલંભ દીધો, ત્યારે પુત્રે કહ્યું કે તમે જ મને કહેલ હતુંને ? કે વડીલોની સામે ઉત્તર ને દેવો એ બીજું દ્રષ્ટાંત વક્ર જડ વિષે જાણવું.
આ દ્રષ્ટાંતો સર્વ શ્રમણોને માટે નહીં, પરંતુ અમુક શ્રમણોને માટે જાણવા. ઋજુ જડોને અને વક્ર જડોને ધર્મની આરાધનાનો સંભવ જ હોતો નથી, આવું ઉત્સુત્ર ભાષણ ન કરવું.
પ્રથમ જિનના શ્રમણોમાં જડપણું-અપ્રાજ્ઞપણું હોવા છતાં તેઓ સરલપણાને કારણે આજ્ઞાપાલક અને ભાવની વિશુદ્ધિવાલા હોવાથી ધર્મના આરાધક બની શકે છે. તેમજ અંતિમ જિનના શ્રમણો પણ અમુક વક્રજડ હોવા છતાં ધર્મની આરાધના કરતા હોવાથી તેઓ ઋજુપ્રાજ્ઞની અપેક્ષાએ ઓછા પ્રમાણમાં પણ ધર્મના આરાધક બની શકે છે. તેથી જે કોઈ એમ રૂ)
કહે છે કે આ કાળમાં ધર્મ નથી, સામાયિક નથી, વ્રતો નથી તેને શ્રમણ સંઘે શ્રમણસંઘ બહાર 5) કરવો એમ શાસ્ત્રોમાં કહેલ છે. ઋજુ જડનો કાળ છતાં ભગવાન શ્રી ઋષભદેવના શાસનમાં પણ E ક ચતુર્વિધ સંઘ હતો, ધર્મ હતો, ધર્મ આરાધી ઘણા આત્માઓ મોક્ષે ગયા છે. ઘણા સદ્ગતિને પામ્યા છે
છે. ભગવાન શ્રી મહાવીર દેવના શાસનમાં પણ ચતુર્વિધ સંઘ હતો, છે અને રહેશે. ઘણા આરાધક આત્માઓ ઘણી સુંદર ધર્મની આરાધના કરી ગયા છે, કરી રહ્યા છે અને કરતા રહેશે, તેથી વક્ર જડપણાને કારણે આ કાળમાં ધર્મ નથી એમ કદી કહેવું નહીં.
આ દશ પ્રકારનો કલ્પ-આચાર ત્રીજા વૈદ્યના ઔષધ સમાન ગુણકારી છે તે વાત કહે છે.
A44444444444444444444
Jain Education international
For Personal & Private Lise Only
www.jainelibrary.org