________________
કલ્પસૂત્ર
પ્રશંસા થાય છે. કોઇ ગામમાં સાધુને દાન આપનારનો એક જ ઘર હોય, સાધુ તેની માલિકીની માંડણી 4 જગ્યામાં ઉતરે, તો આખી રાત જાગરણ કરી પ્રભાતનું પ્રતિક્રમણ બીજે સ્થળે કરે તો તે માલિક શય્યાત્તર થાય નહીં. તેના ઘરના આહારપાણી આદિ લઇ શકાય. સાધુ સાધ્વી જ્યાં ઉતર્યા હોય ત્યાં આખી રાત જાગરણ ન કરે, અને સવારનું પ્રતિક્રમણ બીજે સ્થળે કરે તો તે બન્ને સ્થળનાં ન માલિકો શય્યાત્તર થાય. તેથી એ બન્નેનાં આહારાદિ લેવા કલ્પે નહીં. તૃણ, માટીનું ઢેકું, રાખ, લઘુનીતિનું પાત્ર, બાજોઠ, પાટ-પાટલા, શય્યા, સંથારો, લેપાદિ તથા ઉપધિ સહિત શિષ્ય એ શય્યાત્તરના ઘરના લેવા કલ્પે.
குழுகு
0044ழுதகுகுபு
Jain Education Internatio
(૪) રાજપિંડ કલ્પ :
જેઓ પ્રધાન, સેનાપતિ, શ્રેષ્ઠી, પુરોહિત, સાર્થવાહ વિગેરેને સ્થાપી રાજ્ય કરે તે રાજા કહેવાય. તેમના ઘરનો આહારાદિ રાજપિંડ કહેવાય. એ રાજપિંડ પહેલા અને છેલ્લા તીર્થંકરોના સાધુ સાધ્વીઓને કલ્પે નહીં. રાજાને ઘરે જતાં ઘણી આવજાવને કારણે ઘણો વખત લાગે, તેથી સ્વાધ્યાય-ધ્યાનમાં અંતરાય પડે, સાધુઓને જોઈને અપમંગલ થયું લાગે તો સાધુનું અપમાન કરે,
શરીરે પણ કોઇ નુકશાન કરે, તથા સ્વરૂપવતી મહિલાઓને અને બીજી રાજ્ય સમૃદ્ધિને જોવાથી સાધુનું મન ચલિત પણ થઇ જાય, લોકમાં એવી વાતો થાય કે સાધુઓમાં ત્યાગ-વૈરાગ્ય ઓછો છે, માલપાણી માટે રાજાને ત્યાં આહારાદિ લેવા જાય છે, એવા બીજા પણ ઘણા દોષોનો સંભવ છે. તેથી કાળ પ્રભાવે પહેલા અને છેલ્લા તીર્થંકરના વારાના સાધુ-સાધ્વીનો રાજપિંડ લેવાનો આચાર નથી, પરંતુ મધ્યના બાવીશ તીર્થંકરોના વારાના સાધુ સાધ્વીઓ સરલ અને બુદ્ધિમાન હોવાથી ઉપરોક્ત દોષ જાણે તો રાજપિંડ ન લે પરંતુ દોષ લાગવાનો સંભવ ન જણાય તો એમને રાજપિંડ લેવાનો નિષેધ નથી તેથી રાજપિંડ લઈ શકે છે.
For Personal & Private Use Only
!
૪
www.jainelibrary.org