________________
કલ્પસૂત્ર ) (૫) કૃતિકર્મ કહ્યું :
માંડણી વંદન કરવું તે કૃતિકર્મ કહેવાય. એ બે પ્રકારે છે. વડિલ સાધુ આવે ત્યારે ઉભા થઈ મથએણ ) વંદામિ કરી સત્કારવું, રસ્તામાં મળે ત્યારે પણ મFએણ વંદામિ કરીને વંદનનો સત્કાર કરવો. બીજું દ્વાદશાવર્તાદિએ વંદન કરવું તે. જૈન ધર્મની એ મર્યાદા છે કે પહેલા દીક્ષા લેનાર સાધુને પછી દીક્ષા લેનાર સાધુએ દરરોજ સવાર સાંજ બે વખત વંદન કરવું જોઇએ. પુત્રે પહેલી દીક્ષા લીધી હોય અને પિતાએ પછીથી દીક્ષા લીધી હોય તો પુત્રસાધુને પિતાસાધુએ વંદન કરવું. પ્રધાને ) પહેલી દીક્ષા લીધી હોય અને રાજાએ પછીથી દીક્ષા લીધી હોય તો પ્રધાન સાધુને રાજાસાધુએ વંદન કરવું. આ બાબતમાં સાંસારિકપણાનું નાના મોટાપણું જોવાય નહીં. આ રીતે પહેલાં દીક્ષા લેનાર સાધ્વીજીને પછીથી દીક્ષા લેનાર સાધ્વીજીએ પણ વંદન કરવાનો વ્યવહાર જાણવો. પરંતુ સાધુ આજનો દીક્ષિત હોય તે સાધુને સો વર્ષની દીક્ષિત સાધ્વીજી પણ વંદન કરે એટલે સાધુઓને સાધ્વીજીઓ વંદન કરે, પરંતુ સાધ્વીજીઓને સાધુઓ વંદન કરે નહીં. જો સાધુઓ પણ
સાધ્વીજીઓને વંદન કરતા થાય તો ઘણા દોષો ઉત્પન્ન થાય. સ્ત્રી જાતિને તુચ્છ કહેલ છે, તેથી ) H) તે અભિમાનમાં આવી જાય અને અશુભ કર્મ બાંધે. લોકમાં પણ નિંદા થાય કે પુરુષસાધુઓ | સ્ત્રી સાધ્વીઓને પગે પડે છે વિગેરે.
આ કલ્પ સર્વ તીર્થકરોના સાધુ સાધ્વીઓને માટે નિશ્ચયથી જાણવો. (૬) વ્રત કહ્યું :
પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ એ પાંચથી વિરમવાની પ્રતિજ્ઞા છે કરવી તે પાંચ મહાવ્રતનો સ્વીકાર કહેવાય. પહેલા અને છેલ્લા તીર્થકરના વારાના સાધુઓ, એ પાંચ મહાવ્રતનો સ્વીકાર કરે, મધ્યના બાવીશ તીર્થકરના વારાના સાધુઓ ચોથા મૈથુન વિરમણવ્રતને પરિગ્રહ વિરમણવ્રતમાંજ સમજતા હોઈ તેઓ ચાર મહાવ્રતોનો સ્વીકાર કરે છે. કારણ કે જ્યાં સ્ત્રી ત્યાં પરિગ્રહ અને જ્યાં પરિગ્રહ ત્યાં સ્ત્રીનો સંભવ હોય છે, એટલે તેઓ સ્ત્રીને
திருகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகுகும்
5551415149514914
Jain Education international
For Personal & Private Lise Only
www.nelorry ang