________________
Jain Education International
પૂજ્યશ્રીએ સૂરિપદ બાદ ગુરૂઆશાથી ગચ્છમાં વરસો બાદ પ્રથમવાર સૂરિમંત્રની પાંચે પીઠીકાઓની વિશિષ્ટ તપ-જપ સાથે આરાધના કરેલ છે. બે વર્ષીતપ, પાંચ અઠ્ઠાઈઓ, ચાતુર્માસિક તપો, ૫૦૦ એકાંતરા આયંબિલ, પૂ. ગુરૂદેવની ચિરવિદાય બાદ ૧૦૮ અઠ્ઠમોનો સંકલ્પ કરી દર મહિને એક અઠ્ઠમ એમ તપોવૃત્તિમાં પણ જોડાયેલ રહે છે. એ ૧૦૮ અઠ્ઠમ આ ૨૦૫૩ના ડોંબીવલી ચાતુર્માસમાં પૂર્ણ થયેલ છે.
૭૨ જિનાલય તીર્થ, દંતાણી તીર્થ, શંખેશ્વર કચ્છી ભવન, હૈદ્રાબાદ, ડોંબીવલી નું કલ્પતરૂ અચલગચ્છ ભવન વિ. અનેક સ્થળોએ માટે જોરદાર દાન ભગીરથથી વહાવવા પ્રેરણાઓ અને માર્ગદર્શન આપનારા એ પૂજ્યશ્રીની નિશ્રામાં અનેક જિનાલયોની અંજન-પ્રતિષ્ઠાઓ, ઉપાશ્રયના ઉદ્ઘાટનો સંપન્ન થયા છે.
હૈદ્રાબાદ, કાંદીવલી, બાડમેર ઘાટકોપર વિ. સ્થળોએ ભવ્ય અખિલ ભારતીય પ્રાણીરક્ષા સંમેલનો દ્વારા સમગ્ર રાષ્ટ્રમાં તેઓએ અહિંસાના આંદોલનો જાગૃત કરાવ્યા છે. રાજસ્થાન, મેવાડ, માલવા, દક્ષિણ ભારત, મુંબઈ, મહારાષ્ટ્ર, કચ્છ, ગુજરાત વિગેરે પ્રદેશોમાં પૂજ્યશ્રીનાં સતત વિહારો દ્વારા શાસન ગચ્છ અને ગુરૂનું નામ રોશન કરનારા અનેક શાસન પ્રભાવક કાર્યો સંપન્ન થયા છે.
પૂજ્યશ્રીના સંપાદન-સંશોધન અને પ્રેરણાથી અત્યાર સુધી શતાધિક પ્રાચીન અર્વાચીન જૈન સાહિત્યના પુસ્તકો પ્રકાશિત થયેલ છે. પૂજ્યશ્રી ચિરંજીવો..... ખૂબ ખૂબ શાસન સેવાઓ દ્વારા સ્વ-પરના કલ્યાણને કરનારા બનો એજ શુભભાવના.
For Personal & Private Use Only
www.jainerary.c1f1;