________________
Jain Education International
પુરૂષાર્થની પ્રેરણામૂર્તિ, સૌમ્યસ્વભાવી પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મ. સા. ની સંક્ષિપ્ત જીવન ઝરમર
જન્મ : ગામ દુર્ગાપુર - નવાવાસ તા. માંડવી, કચ્છ માતા ઃ પ્રેમકુંવરબેન
પિતા : રતનશીભાઈ ટોકરશી
ગોત્ર : સાવલા
જન્મ : સં. ૨૦૧૦ માગસર વદ ૨, મંગળવાર દીક્ષા : સં. ૨૦૨૬ કારતક વદ ૧૩ (ભુજપુર) ગણિપદ : સં. ૨૦૪૦ કારતક વદ ૧૧ વડાલા (મુંબઈ) ઉપાધ્યાય પદ : સં. ૨૦૪૪ પોષ વદ ૧૩ (બાડમેર)
સૂરિપદ : સં. ૨૦૪૪ મહા વદ ૧૨ દંતાણી (આબુ તીર્થ રાજસ્થાન)
નવાવાસમાં ચાતુર્માસ પધારતા પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોની પાસે વાર્તા સાંભળવા ગામના બાળકો સાથે દોડી જતા. એમાં નસીબનો બળિયો કિશોર પૂ. ગુરૂદેવે સ્થાપેલ મેરાઉની શ્રી આર્ય રક્ષિત જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠમાં દાખલ થયો. પૂ. ગુરૂદેવ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી. ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. ના સત્સંગમાં એને વૈરાગ્યનો રંગ લાગ્યો. ૧૬ વર્ષની કિશોર વયે બાલદિક્ષાના ભયંકર વિરોધ વચ્ચે પણ આચાર્યશ્રીના શિષ્ય તરીકે મુનિ શ્રી કલાપ્રભસાગરજી મ. બન્યા. અભ્યાસની જ્ઞાનપ્રાપ્તિની અનેરી લગની, ગચ્છ-શાસન માટે કંઈક કરી છૂટવાની ધગશ, વગેરે ગુણો નાનપણમાં જ ગુરૂકૃપાથી તેઓશ્રીમાં વિકસ્યા. જ્ઞાનવૃધ્ધ મુનિરાજ શ્રી કીર્તિસાગરજી મ. સાથે અધ્યયન કરતાં સાહિત્ય પ્રવૃત્તિની લગની લાગી. પ્રાચીન સાહિત્ય સંશોધનમાં પણ ડૂબ્યા. પ્રાચીન હસ્તપ્રતોના ભંડારોમાંથી ખંભાત, પાટણ, લાલભાઈ દલપતભાઈ ઈન્સ્ટીટ્યુટ (અમદાવાદ), વડોદરા, સુરત, ઉજ્જૈન અને અમદાવાદના અનેક ભંડારોમાંથી પૂજ્યશ્રીએ વિરલ પ્રાચીન સાહિત્ય પ્રાપ્ત કર્યું છે. દિવસોના દિવસો એ પ્રવૃત્તિમાં મગ્ન રહ્યા છે.
ગુરૂકૃપાએ ગચ્છમાં વરસો બાદ ગુરૂનિશ્રાએ પ્રથમવાર જ તપશ્ચર્યાસહ યોગોદ્વહન કરી ગણિપદ ધારક બન્યા. પૂ. ગુરૂદેવે વિશેષ અનુગ્રહથી તેઓને ક્રમશઃ સં. ૨૦૪૪માં બાડમેરમાં ઉપાધ્યાય પદ તથા સં. ૨૦૪૪માં દંતાણી તીર્થે સૂરિપદારૂઢ કર્યા. ગચ્છના યશસ્વી અને તેજસ્વી આ મુનિરાજે સં. ૨૦૩૩માં વરસો બાદ પ્રથમ મુંબઈ નગરીમાં પદાર્પણ કરી અને શાસન ગચ્છની અનેક પ્રવૃત્તિઓના મંડાણ કરી ગચ્છમાં નવચેતના આણી હતી. કાયમી જ્ઞાન સત્રો શરૂ કરાવી બાલ-યુવાનોમાં વિશેષ જાગૃત્તિ આણનારા પૂજ્ય આચાર્યશ્રી સકલ સંઘના લાડીલા અને સતત સમ્યક્ પુરૂષાર્થ અને સમન્વયમાં માનનારા છે.
For Personal & Private Use Only
www.jainslturary/cfg