________________
Jain Education international
મહાછ'રી પાલક સંઘોની ભવ્ય યશોગાથા - વીશ જિનાલય મહાતીર્થ (શિખરજી) નું નિર્માણ
પૂજ્યશ્રીની પ્રેરણાથી મુનિવરોની નિશ્રામાં શત્રુંજય તીર્થની નવાણું યાત્રાનું ભવ્ય આયોજન થયું. ત્યારબાદ નાના નાના ઘણા છ'રી પાલક સંઘો પૂજ્યશ્રીની પ્રેરણા અને નિશ્રામાં નીકળ્યા. તેમાંય સં. ૨૦૩૯ માં સમેતશિખરજી તીર્થના છ'રી પાલક સંઘની વાતોએ જોર પકડયું. લાલવાડી ચાતુર્માસ દરમ્યાન પૂજ્યશ્રીએ સંઘ માટેની જાહેરાત કરી. એની એક એક વાતો ખરેખર અવિસ્મરણીય અને યાદગાર બની રહેશે. લાલવાડીથી પ્રયાણ તો એવું અવર્ણનીય થયું કે જે સૌના હૈયામાં તકતિની જેમ જડાઈ ગયું. સમેતશિખર તીર્થના સંઘ દરમ્યાન પૂજ્યશ્રી ‘ચમત્કારી બાબા” તરીકે પ્રસિદ્ધ થયા. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર વગેરે રાજ્યોમાં જૈન-જૈનેતરોમાં વ્યસન ત્યાગ દ્વારા જબરજસ્ત લોકચાહના મેળવી ગયા. આ સંઘના કારણે પૂજ્યશ્રીને, ગચ્છને તથા કચ્છને દિગંતયશની પ્રાપ્તિ થઈ. ત્યારબાદ શિખરજી તીર્થમાં વીશ જિનાલય નિર્માણ, શિખરજીની નવાણું યાત્રા, ચાતુર્માસ, અંજનશલાકા પ્રતિષ્ઠા, પરમાત્મા મહાવીર પ્રભુની જન્મભૂમિ ક્ષત્રિયકુંડ છે એ અંગેનું નિર્ણાયક સંમેલન વગેરે અનેક યશસ્વી કાર્યો થયા. બિહારના ગવર્નર શ્રી કીડવાઈજીએ પૂજ્યશ્રીને “ભારત દિવાકર” બિરૂદથી અલંકૃત કર્યા. સમેતશિખરજી તીર્થથી શત્રુંજય તીર્થનો પાંચ મહિનાનો બીજો મહાસંઘ નીકળ્યો. આ દીર્ઘ સંઘો એ જૈન શાસનના સુવર્ણ પૃષ્ઠ રોકી લીધા. સં. ૨૦૪૦ માં શ્રી. ક. વી. ઓ. દેરાવાસી મહાજને પૂજ્યશ્રીને “શાસનસમ્રાટ’” બિરૂદથી વધાવ્યા. દક્ષિણ ભારતમાં ઉગ્ર વિહારો
પૂજ્યશ્રીની ભાવના અને દક્ષિણના સંઘોની આગ્રહભરી વિનંતીના સુભગ સમન્વયે પૂજ્યશ્રી સપરિવાર દક્ષિણ ભારતમાં પધાર્યા અને પાંચ મહિનામાં પાંચ હજાર કિલોમીટરની ઉગ્ર વિહાર યાત્રા કરી, એ દ્વારા જાગૃતિ સાથે પૂજ્યશ્રીએ સમરાદિત્યકેવલી ચરિત્રની સરલ સંસ્કૃતમાં રચના કરી. પૂજ્યશ્રીની રચનાઓ માટે તો એક જુદું જ પ્રકરણ લખવું પડે. પૂજ્યશ્રીની પ્રેરણાથી દક્ષિણ ભારતમાં ૭૨ જિનાલય તીર્થ માટે દાનની ગંગા વહી હતી.
મુંબઈમાં જિનાલયોની અંજનશલાકા - પ્રતિષ્ઠાની હારમાળા
મુંબઈમાં ફરી પધરામણી બાદ દીક્ષાઓ, ભારત જૈન મહામંડળનું, જૈન એકતા સંમેલન તથા અખિલ ભારત અચલગચ્છનું સંમેલન, મલાડ-ગોરેગાંવ વચ્ચે અંજનશલાકા તથા અંબરનાથ, ડોંબિવલી, થાણા, કલવા, વડાલા, વિરાર પરમાત્મા પાર્ક, નાલા સોપારા વગેરેમાં પ્રતિષ્ઠાઓ યોજાઈ. કચ્છ તરફ પ્રયાણ કરતા અંકલેશ્વરમાં પ્રતિષ્ઠા મહોત્સવ, અમદાવાદ જન્મહિ૨ક અભિવાદન મહોત્સવ બાદ કચ્છમાં પધરામણી થઈ.
2222LEN
For Personal & Private Use Only
www.jainelibrary.org