________________
Jain Education International
૭૨ જિનાલયની પાવન ભૂમિ પર પધરામણી
પૂજ્યશ્રીએ પોતાના જીવનમાં જોરદાર પ્રેરણા આપી હોય તો એ છે શ્રી શત્રુંજયાવતાર આદિશ્વર ૭૨ જિનાલય મહાતીર્થની. સકલ સંઘ પાસેથી અદ્ભૂત સુકૃતની સરવાણી વહેવડાવી દીધી. સં. ૨૦૪૩ માં પ્રથમવાર જ ૭૨ જિનાલય તીર્થ પધાર્યા. ત્યાં જન્મહિરક તથા સંયમનો સુવર્ણ મહોત્સવ તથા સાતમા વરસીતપનું પારણું કર્યું. આ પ્રસંગે ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી જ્ઞાની ઝૈલસિંહજી પધાર્યા જેમણે પૂજ્યશ્રીને “રાષ્ટ્રસંત” બિરૂદથી નવાજયા. એ વર્ષનું ચાતુર્માસ પૂજ્યશ્રીએ ત્યાં જ કર્યું. એ ભૂમિ પર તપત્યાગ, તિતિક્ષાના તેજકિરણો પાથર્યા. મંગલમંત્ર પાઠો દ્વારા, દાનપ્રેરણા અને માર્ગદર્શન દ્વારા તીર્થકાર્યમાં પ્રાણ પૂર્યા, એ ૭૨ જિનાલય તીર્થની પ્રતિષ્ઠા એ પૂજ્યશ્રીના પટ્ટધરો ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મ. સા., સૌમ્યમૂર્તિ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મ. સા આદિ સાધુ સાધ્વીગણ ઠા. ૨૦૦ની નિશ્રામાં સં. ૨૦૫૨ ના વૈશાખ સુદ ૭ ના સંપન્ન થઈ ગયેલ છે.
રાજસ્થાન તથા મુંબઈ તરફ પ્રયાણ
૭૨ જિનાલયે ચાતુર્માસ બાદ એક દીક્ષા આપી, સં. ૨૦૪૪માં પૂજ્યશ્રીએ પોતાના શિષ્ય ગણિવર્ય શ્રી કલાપ્રભસાગરજી મ. સા. ની વિનંતીથી અને રાજસ્થાનના સંઘોની વિનંતીથી રાજસ્થાન તરફ વિહાર કર્યો. ત્યાં બાડમેરથી જેસલમેર બાડમેરનો છ'રી પાલક સંઘ નીકળ્યો. પૂ. ગણિવર્ય શ્રી કલાપ્રભસાગરજીને ઉપાધ્યાય પદ, દંતાણી તીર્થની અંજનશલાકા - પ્રતિષ્ઠા તથા નૂતન ઉપાધ્યાયજીને આચાર્યપદારૂઢ કર્યા બાદ ત્યાંથી અનુક્રમે મુંબઈ પધાર્યા. અહીં દિનપ્રતિદિન પૂજ્યશ્રીનું સ્વાસ્થ્ય બગડવા માંડયું. આવી તનની અસ્વસ્થતા છતાં મનની સ્વસ્થતાપૂર્વક આઠમું વર્ષીતપ પૂર્ણ કરી પારણું કર્યું. દાદર સિલ્વર એપાર્ટમેન્ટમાં કુંથુનાથ જિનાલયની પ્રતિષ્ઠા કરી મહાલક્ષ્મીમાં તિરૂપતિ એપાર્ટમેન્ટ મથે પોતાના નૂતન પટ્ટાલંકાર પૂ. આ. શ્રી કલાપ્રભસાગરસૂરિજી આદિ શિષ્ય પ્રશિષ્યો સાથે ચાતુર્માસ કર્યું. આ છેલ્લું ચાતુર્માસ (વર્ષાવાસ) અપૂર્ણ જ રહ્યું. પર્યુષણ દરમ્યાન પૂજ્યશ્રીને અશાતા નો જોરદાર ઉદય થયો બાદ આ. કલાપ્રભસાગરસૂરિજી આદિ શિષ્યો પ્રશિષ્યોની અદ્ભુત સેવા, ભક્તોની અનન્ય સેવા ભક્તિ છતાં સં. ૨૦૪૪ ની ભાદરવા અમાસના પૂજ્યશ્રી દેહી મટી વિદેહી બન્યા. પરિવારને નોંધારા બનાવી ગયા. પૂજ્યશ્રીના જીવનને શબ્દદેહ આપવો એ ખરેખર મુશ્કેલ છે છતાં ટૂંકમાં પણ પૂજ્યશ્રીનું એ પ્રભાવક જીવનકથન વાંચી સહુ બોધ પામશે એમાં શંકા નથી.
For Personal & Private Use Only
www.jaineeltory cog