________________
કલ્પસૂત્ર ) વર્ણવાળાં પ્રસિદ્ધ કહેલાં છે. વડ, ઉંબરાદિ વૃક્ષ વગેરેના સૂક્ષ્મ પુષ્પો જાણવાં જે છદ્મસ્થ એવા સાધુ સાધ્વીઓને વારંવાર જાણવા, જોવા અને પડિલેહણ કરવા યોગ્ય છે. ॥ ૫ ॥ સૂક્ષ્મ ઇંડાં પણ પાંચ પ્રકારનાં આ પ્રમાણે કહેલાં છે. મધમાખી, માંકડ વગેરેનાં ઇડાં, કરોળિયા વગેરેનાં ઇંડાં, કીડીઓ વગેરેનાં ઇંડાં, ગરોળી વગેરેનાં ઇંડાં અને કાકીડા વગેરેના ઇંડાં, એ પાંચ પ્રકારનાં સૂક્ષ્મ ઇંડાં છદ્મસ્થ એવા સાધુ સાધ્વીઓએ વારંવાર જાણવા, જોવાં પડિલેહણ કરવા યોગ્ય છે. ॥ ૬ ॥ સૂક્ષ્મ બીલો પણ પાંચ પ્રકારના છે, ઉનિંગ જીવોના જમીનમાં કોતરેલા બીલો, પાણી સુકાઇ જવાથી તળાવ વગેરેમાં મોટી નાની ફાટો પડી જાય ત્યાં થયેલા બીલો, સાધારણ બીલો, તાલવૃક્ષના મૂળ સરખા અંદર મોટા અને ઉપર ઝીણા એવા બીલો અને ભમરા વગેરેના બીલોએ છદ્મસ્થ એવા સાધુ સાધ્વીઓએ વારંવાર જાણવા, જોવા અને પડિલેહણ કરવા યોગ્ય છે. || ૭ ॥ અને સૂક્ષ્મ સ્નેહો પણ પાંચ પ્રકારના કહેલા છે તે આ પ્રમાણે-આકાશમાંથી રાત્રે સૂક્ષ્મ વરસતું ઝાકળનું પાણી, બરફ, ધુમ્મસ, કરા, અને ઘાસની ટોચ પર અને અંકુરાઓના અગ્ર ભાગ પર રહેતું પાણી એ પાંચ સૂક્ષ્મ સ્નેહો છદ્મસ્થ એવા સાધુ સાધ્વીઓએ વારંવાર જાણવા, જોવા અને
પડિલેહણ કરવા યોગ્ય છે. II ૮ ॥.
G
ચાતુર્માસ રહેલ સાધુ કે સાધ્વી આહારપાણી લેવા માટે ગૃહસ્થને ઘરે જવા ઇચ્છે તો તે સાધુ સાધ્વીઓએ આચાર્યને, ઉપાધ્યાયને, સ્થવિરને, પ્રવર્તકને, ગણિને, ગણધરને, ગણાવચ્છેદકને અથવા જેને કોઇને મોટા કરીને વિચરતા હોય કે વય અથવા પર્યાયથી નાના હોય છતાં
– મોટાપણાથી આગળ થઇને વિચરતા હોય તેમને પૂછીને જવું કલ્પે, પૂછયા વિના આહારપાણી
લેવા જવું કલ્પે નહિ. કેવી રીતે પૂછવું તે કહે છે કે હે ભગવાન્ ! આપશ્રી આજ્ઞા આપો તો હું ગૃહસ્થના ઘરે આહારપાણી લેવા માટે જવા ઇચ્છુ છું. પછી ગુરુ આચાર્યાદિ આશા આપે તો જવું કલ્પે અને આજ્ઞા ન આપે તો આહારપાણી લેવા માટે ગૃહસ્થના ઘરે જવું આવવું કલ્પે નહીં. શિષ્ય કહે છે કે હે ભગવાન્ ! તે આચાર્યાદિ શા માટે આજ્ઞા ન આપે ? એટલે ગુરુ કહે છે
Jain Education International
For Personal & Private Use Only
GEE
વ્યાખ્યાન ૧૦
૩૧૬
www.jainslturary.cf