SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પસૂત્ર તે આચાર્યાદિ વિદ્ગોને જાણે છે અને વિનોની શાંતિને પણ જાણે છે. એવી જ રીતે જિનમંદિરે વ્યાખ્યાન જી જવું, ચંડિલ ભૂમિએ જવું હોય, બીજું જે લેપ, સિવણ, લેખન વગેરે કાર્ય કરવું હોય તે સર્વે ) 0 ગુરૂ આચાર્યાદિને પૂછીને કરવું. આજ્ઞા મળે તો તે આજ્ઞા પ્રમાણે કરવું પોતાની મરજીએ કાંઈ (5) કે પણ ન કરવું. આ રીતે ચાતુર્માસ સિવાયના સમયમાં પણ જીવનભર આચાર્યાદિની આજ્ઞા લઈને કે દિ જ બધું કરવું આજ્ઞા વિના કાંઈ પણ કરવું નહીં. ચાતુર્માસ રહેલા સાધુ કે સાધ્વી જે કોઇપણ પ્રકારની વિગઈ વાપરવા ઇચ્છે તો તે આચાર્ય ઉપાધ્યાયને યાવતુ જેને આગળ કરી વિચરતા હોય તેમને પૂછયા વિના લેવી કલ્પ નહીં, પરં આચાર્યાદિને પૂછીને લેવી અને વાપરવી કલ્પ. આચાર્યાદિને આ રીતે પૂછવું કે હે પૂજ્ય ! આપશ્રીની આજ્ઞા હોય તો હું અમુક વિગઈ આટલા પ્રમાણની આટલીવાર વાપરવા ઇચ્છું છું. ) F) પછી આચાર્યાદિ આજ્ઞા આપે તો તે પ્રમાણે વિગઈ લેવી વાપરવી કહ્યું, અને આજ્ઞા ન આપે છે તો તે વિગઈ લાવવી કે વાપરવી કલ્પે નહીં. શિષ્ય ગુરુને પૂછે છે કે હે ભગવાન્ ! તે શા માટે આજ્ઞા ન આપે ? ત્યારે ગુરુ કહે છે કે આચાર્યાદિ ગુરુઓ લાભ અથવા ગેરલાભ-નુકસાનને જાણે 2 છે. તેથી આચાર્યાદિ ગુરુઓ લાભ જાણે તો આજ્ઞા આપે અને નુકસાન જાણે તો આજ્ઞા ન આપે. વળી ઔષધીય ઉપચાર કરવા સાધુ ઇચ્છે તો તે પણ ગુરુ આચાર્યાદિની આજ્ઞા મળે તો કરે અને 5) આજ્ઞા ન મળે તો ન કરે. તથા સાધુ વખાણવા યોગ્ય, કલ્યાણકારી, ઉપદ્રવરહિત, ધન્યકારી, ક) માંગલિક કરનાર અને લક્ષ્મીવંત એવું મોટા પ્રભાવવાળું કોઇ તપ કરવા ઇચ્છે તો તે પણ ગુરુ આચાર્યાદિની આજ્ઞા મળે તો કરે, વળી અપશ્ચિમ મારણાત્તિક સંલેખનાથી ક્ષય કરેલ છે શરીર જેમણે એવા, અને આહારપાણીનું પચ્ચખાણ કરનારા, તથા પાદપોપગમન અનશન કરનારા અને જીવિતકાલને નહિ ઇચ્છનારા, એવા પ્રકારના સાધુ વિહાર કરવાને ઇચ્છ, ગૃહસ્થના ઘરે જવા ગ્ર g) આવવા ઇચ્છે, કે અશનાદિક ચારે પ્રકારના આહારને વાપરવા ઇચ્છે, અથવા ઝાડા કે પેશાબને (5) પરઠવવા ઇચ્છ, સ્વાધ્યાય કરવા કે ધર્મ જાગરણ કરવા ઇચ્છે એ બધાં કાર્યો ગુરુ આચાર્યાદિની ) 44444444444444 4444444444444444 ૩૧૭ Jain Education international For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.005620
Book TitleKalpsutra
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri, Kalaprabhsagarsuri
PublisherMulund Swe Mu Pu Jain Sangh Mumbai
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy