________________
કસિત્ર
આવડે છે. રાજાએ કહ્યું મને ખાતરી કરાવ. ત્યારે બીજે દિવસે સભામાં પોતાની સાતે પુત્રીઓને વ્યાખ્યાન લાવી મંત્રીએ પડદામાં બેસાડી. પછી વરસચિએ જે કાવ્ય સંભળાવ્યાં તે બધાં કાવ્યો સાતે મંત્રીપુત્રીઓ કહી ગઇ, એ સાતેની બુદ્ધિ એવી હતી કે પહેલી પુત્રીને એક વખત સાંભળવાથી કંઠસ્થ થઈ જતું, બીજીને બેવાર સાંભળવાથી એ રીતે સાતમી પુત્રીને સાત વાર સાંભળવાથી કંઠસ્થ થઇ જતું હતું એટલે બધી બોલી ગઈ. વરરુચિ એથી અપમાનિત થયો અને આવક પણ બંધ થઇ. તેથી ગુસ્સે થયો છતો શકડાલ મંત્રીને મારવાના ઉપાયો વિચારવા લાગ્યો. એક વખત આ મંત્રી શકપાલને ત્યાં તેના પુત્ર શ્રીયકના વિવાહનો પ્રસંગ આવ્યો. એ પ્રસંગે રાજાને ભેટ આપવા મંત્રીએ પોતાના ઘરે ઉચ્ચ કોટિનાં હથિયારો તૈયાર કરાવવા માંડયાં. આ અવસરને જોઇ છે વરચિએ મીઠાઈ અને બીજી વસ્તુઓ પણ આપીને નગરના બાળકોને કહ્યું કે નગરની ગલીએ ગલીએ બોલતા જાવ કે આ શકડાલ મંત્રી નંદ રાજાને મારીને પોતાના પુત્ર શ્રીયકને રાજગાદીએ બેસાડશે. નગરના બાળકો એ રીતે દરરોજ મોટે સ્વરે બોલવા લાગ્યા. રાજાને કાને આ શબ્દો પડવાથી રાજાએ મંત્રીને ઘરે ગુપ્ત તપાસ કરાવી તો ત્યાં હથિયાર બનતાં જોઇ એ વાત સાચી માની. બીજે દિવસે મંત્રી રાજસભામાં આવીને નમ્યા ત્યારે રાજાએ મુખ ફેરવી નાખ્યું. તેથી ચતુર મંત્રી સમજી ગયા કે રાજાને કોઈકે ભરમાવ્યા છે. મંત્રીએ ઘરે આવી શ્રીયકને કહ્યું કે કોઇ દુ પ્રેરાયેલા રાજા આપણા કુટુંબનો નાશ કરશે. તેથી કુટુંબ રક્ષા માટે આવતીકાલે સભામાં તું મારું મસ્તક તલવારથી ઉડાવી દેજે. શ્રીયકે કહ્યું પિતૃહત્યાનું પાપ મારાથી કેમ કરાય ? ત્યારે મંત્રીએ કહ્યું, એકના મૃત્યુથી આખા કુટુંબની રક્ષા થતી હોય તો તારે તેમ કરવું જોઇશે. હું પોતે તાલપુર
વિષ ખાઈને જ સભામાં જઈશ એટલે તને પિતૃહત્યાનું પાપ નહિ લાગે, શ્રીયકે પિતૃવચન માન્યું, છે અને બીજે દિવસે સવારે રાજસભામાં પહેલો ગયો. પછી જ્યારે શકપાલ મંત્રીએ રાજસભામાં )
આવી નમસ્કાર કરવા માથું નમાવ્યું ત્યારે ઉઠીને શ્રીયકે મંત્રીનું માથું કાપી નાખ્યું. રાજાએ કહ્યું ધ શ્રીયક આ તેં શું કર્યું? શ્રીયકે કહ્યું આપનું અહિત ઇચ્છનાર બાપને પણ મારી નાખવો જોઇએ, કે)
એ સાંભળી ખુશ થયેલ રાજાએ શ્રીયકને મંત્રીપદ સ્વીકારવા જણાવ્યું. શ્રીયકે કહ્યું મારા મોટાભાઈ
Join Education international
www.jilbaryo
For Personal Private Use Only