________________
કલ્પસૂત્ર
54444454454
குழுகுழுழுழுழுமு
Jain Education International
લીધી. અંતે મરીને તે વ્યંતર થયો, અને પૂર્વભવના વેરથી જૈનો ૫૨ ઉપદ્રવ કરવા માંડયો, ત્યારે વ્યાખ્યાન જૈન સંઘે વિનંતિ કરવાથી એના ઉપદ્રવો નિવારવા માટે શ્રી ભદ્રબાહુસ્વામીએ ‘‘ઉવસગ્ગહરં સ્તોત્ર બનાવીને તેનો ઉપયોગ કરાવી વ્યંતરનો ઉપદ્રવ શાંત કર્યો. શ્રી સંભૂતિવિજયસૂરિ
૯
બેંતાલીશ વર્ષ ગૃહસ્થપણે રહી, ચાલીશ વર્ષ સુધી મુનિપણે રહી, આઠ વર્ષ સુધી આચાર્યપદ ભોગવીને, નેવું વર્ષનું પોતાનું આયુષ્ય ભોગવીને શ્રી ભદ્રબાહુસ્વામીને પાટ સોંપી, વીર નિર્વાણથી એકસો છપ્પન વર્ષે સ્વર્ગે ગયા. શ્રી ભદ્રબાહુસ્વામી પીસ્તાલીશ વર્ષ સુધી ગૃહસ્થપણે રહી, સત્તર વર્ષ મુનિપણે રહી, અને ચૌદ વર્ષ સુધી યુગપ્રધાન આચાર્ય તરીકે વિચરી, છોતેર વર્ષ સર્વ આયુષ્ય ભોગવી પોતાની પાટે શ્રી સ્થૂલિભદ્રસૂરિને સ્થાપી શ્રી વીરનિર્વાણથી એકસો સિત્તેર વર્ષે કુમરિગિર ઉપર અનશન કરી સ્વર્ગે ગયા.
શ્રી સંભૂતિવિજયસૂરિના શિષ્ય ગૌતમ ગોત્રવાળા આર્યસ્થૂલિભદ્રસૂરિનો વૃત્તાંત આ પ્રમાણે છે. પાટલીપુત્ર નગરમાં નવમો નંદ રાજા રાજ્ય કરતો હતો. તેનો ગૌતમ ગોત્રવાળો, કલ્પક મંત્રીનો વંશજ અને જૈન ધર્મનો પરમ ભક્ત એવો શકડાલ નામે મંત્રી હતો. એને લાછલદે નામે પત્ની હતી. તેનાથી સ્થૂલિભદ્ર અને શ્રીયક નામે બે પુત્રો થયા અને યક્ષા, યક્ષદિન્ના વગેરે સાત પુત્રીઓ થઇ. સ્થૂલિભદ્રે કોશા નામે વેશ્યામાં આસક્ત થઇ બાર વર્ષ ત્યાં રહી ક્રોડોનો વ્યય કર્યો. ત્યાંના રાજાનો એવો નિર્ણય હતો કે જે કોઇ પોતે નવા રચેલા જેટલા શ્લોકો રાજસભામાં મને સંભળાવશે તેને તેટલી સોનામહોરો હું આપીશ. આ વખતે વરરુચિ નામે એક શીઘ્ર કવિ વિદ્વાન બ્રાહ્મણ દરરોજ એકસો આઠ નવાં કાવ્ય બનાવી રાજાને રાજસભામાં સંભળાવી એકસો આઠ સોનામહોરો મેળવવા લાગ્યો. મંત્રીએ વિચાર્યું કે, આ રીતે દ૨૨ોજ આપવાથી રાજખજાનો ખાલી થઇ જાશે. મંત્રીઓએ ખાલી થતા ખજાનાને યુક્તિથી બચાવી લેવો જોઇએ. એટલે તે શકડાલ મંત્રીએ રાજાને કહ્યું, “હે રાજન ! આ રીતે દ૨૨ોજ સોનામહોરો આપી ખજાનો ખાલી કરવો યોગ્ય નથી. આ બ્રાહ્મણ તો નવા શ્લોક સંભાળાવતો નથી. આ શ્લોક તો મારી સાતે છોકરીઓને
For Personal & Private Use Only
555554
(
૨૯૦
www.jainalarary.cfg