________________
குகுகுகுகுகு
કલ્પસૂત્ર એ પ્રભુને બાવીશ હજાર નવસો મુનિઓ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા અને એકાવતારી થઇ મોક્ષે જનારા હતા, એવા મુનિઓની બાવીશ હજાર નવસોની ઉત્કૃષ્ટ સંપદા હતી. કૌશલિક એવા શ્રી ઋષભદેવ પ્રભુને બે પ્રકારની અંતકૃતભૂમિ હતી, યુગાન્તકૃતભૂમિ અને પર્યાયાન્તકૃતભૂમિ. એમાં શ્રી ઋષભદેવ પ્રભુ મોક્ષે ગયા પછી અનુક્રમે અસંખ્યાતા પાટ સુધીમાં અસંખ્યાતા મુનિવરો મોક્ષે ગયા છે. તે યુગાન્તકૃતભૂમિ અને પ્રભુને કેવળજ્ઞાન થયા પછી તરત મરુદેવા માતા કેવળજ્ઞાન પામી મોક્ષે ગયાં એ પર્યાયાન્નકૃતભૂમિ જાણવી.
Jain Education International
તે કાળ અને તે સમયમાં શ્રી કૌશલિક એવા શ્રી ઋષભદેવ પ્રભુ વીશલાખપૂર્વ કુમાર અવસ્થામાં રહી તથા ત્રેસઠ લાખ પૂર્વ સુધી રાજ્ય અવસ્થામાં રહી એ રીતે ત્ર્યાશીલાખ પૂર્વ ગૃહસ્થાવાસમાં રહી તથા એક હજાર વર્ષ છદ્મસ્થપણામાં રહી, એક હજાર વર્ષ ઓછાં એવા એક લાખ પૂર્વ કેવળીપણે રહી, અને પૂર્ણ એક લાખ પૂર્વ ચારિત્ર પર્યાય પાળીને એ રીતે સર્વે મલીને ચોર્યાશી લાખ પૂર્વ સંપૂર્ણ આયુષ્ય ભોગવી, વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર કર્મ એમ ચારે ભવોપગ્રાહી કર્મોનો નાશ થવાથી આ અવસર્પિણિમાં સુષમદુષમ નામનો ત્રીજો આરો ઘણો વ્યતીત થયો ત્યારે એટલે ત્રણ વર્ષ અને સાડા આઠ માસ ત્રીજા આરાના બાકી રહ્યા હતા ત્યારે
જે આ શિયાળાનો ત્રીજો માસ અને પાંચમો પક્ષ એટલે મહા માસનો કૃષ્ણ પક્ષ, એ પક્ષની તેરસે અષ્ટાપદ નામના પર્વતના શિખર ઉપર, દશ હજાર સાધુઓની સાથે પાણી વિનાના ચૌદ ભક્તના ત્યાગથી એટલે ચોવિહારા છ ઉપવાસથી અભિજિત નક્ષત્રમાં ચન્દ્રનો યોગ પ્રાપ્ત થયે છતે સવારના સમયે પદ્માસને બેઠેલા શ્રી ઋષભદેવ પ્રભુ નિર્વાણ પામ્યા. સંસારનો પાર પામ્યા. યાવત્ સર્વ દુ:ખોથી સદાને માટે મુક્ત થયા. અને શાશ્વત સુખને પામ્યા. આ વખતે પ્રભુ સાથે એક જ સમયમાં બાહુબલ વગેરે પ્રભુના નવ્વાણું પુત્ર મુનિઓ અને આઠ ભરતના પુત્ર એટલે પ્રભુના પૌત્ર મુનિઓ મળી ઉત્કૃષ્ટી અવગાહનાવાળા એકસોને આઠ સિધ્ધ થયા છે. એ જ દિવસે બીજા પણ દશ હજાર મુનિઓ મોક્ષે ગયા તે પણ પ્રભુ સાથે મોક્ષે ગયા કહેવાય.
For Personal & Private Use Only
વ્યાખ્યાન ८
૨૮૧
www.jainelibrary.org