________________
કલ્પસૂત્ર )
જે વખતે શ્રી ઋષભદેવ પ્રભુ મોક્ષે ગયા તે વખતે આસનકંપથી સૌધર્મેન્દ્ર અવધિજ્ઞાનથી વ્યાખ્યાન પ્રભુ શ્રી ઋષભદેવના નિર્વાણને જાણી પોતાની અગ્રમહિષીઓ અને દેવો તથા લોકપાલો સહિત અષ્ટાપદ તીર્થ પર જ્યાં પ્રભુનું શરીર હતું તે સ્થાને આવે છે અને ત્રણ પ્રદક્ષિણા આપી આનંદ વિના આંસુથી ભરાઈ ગયેલ આંખોવાળો થઈ પ્રભુના શરીર પાસે ઉભો રહ્યો ત્યારે આસનકંપથી પ્રભુનું નિર્વાણ જાણી ઈશાનેન્દ્ર વગેરે બીજા પણ બધા ઇન્દ્રો પોતપોતના પરિવાર સાથે ત્યાં આવી અને પાસે ઉભા રહ્યા. પછી સૌધર્મેન્દ્ર ભવનપતિ, વ્યંતર, જ્યોતિષિ, અને વૈમાનિક દેવો પાસેથી નંદનવનમાંથી ગોશીર્ષ ચંદનનાં કાષ્ટ મંગાવ્યાં, પછી એક તીર્થકરના શરીર માટે, એક ગણધરોના શરીર માટે, અને એક સાધુઓના શરીર માટે એમ ત્રણ ચિતા કરાવી, એ પછી અભિયોગિક દેવોએ લાવેલ ક્ષીર સમુદ્રના જલથી ઇન્દ્ર પ્રભુના શરીરને નવડાવ્યું. ગોશીર્ષ ચંદનનો લેપ કર્યો, હંસ લક્ષણ વસ્ત્ર ઓઢાડ્યું અને સર્વ અલંકારોથી સુશોભિત કર્યું. એવી જ રીતે ગણધરોના અને ક મુનિવરોના શરીરોને બીજા દેવોએ નવરાવીને અલંકૃત કર્યા. પછી ઇન્દ્ર પ્રભુના શરીરને ચિતામાં સ્થાપન કર્યું. તથા બીજા દેવોએ બીજી બે ચિતાઓમાં ગણધરોના અને મુનિવરોના શરીરોને સ્થાપન કર્યા. પછી આનંદરહિત એવા અગ્નિકુમાર દેવોએ અગ્નિ પ્રગટાવ્યો. વાયુમાર દેવોએ વાયુ વિકર્યો, અને બીજા દેવોએ ચિતામાં કાલાગુરુ તથા ચંદન વગેરેના લાકડાં નાંખ્યાં. ઘીના ઘડાથી સિંચન કર્યું. અંતે જ્યારે તે બધાં શરીરો ભસ્મીભૂત થઈ ગયાં ત્યારે ઇન્દ્રની આજ્ઞાથી મેઘકુમાર દેવોએ એ ત્રણે ચિતાઓને જલથી સિંચિત કરી, પછી સૌધર્મેન્દ્ર પ્રભુની ઉપરની જમણી દાઢા લીધી, ઈશાનેન્દ્ર પ્રભુની ઉપરની ડાબી દાઢા લીધી ચમરેન્દ્ર નીચેની જમણી દાઢા લીધી, બલીન્દ્ર નીચેની ડાબી દાઢા લીધી અને બીજા દેવોએ પોતપોતાના રિવાજ પ્રમાણે બાકીના અસ્થિઓ લીધા, પછી સૌધર્મેન્દ્ર તીર્થકરોનું, ગણધરોનું અને મુનિવરોનું એમ ત્રણ સ્તૂપ બનાવ્યા, ત્યાર બાદ સૌધર્મેન્દ્ર વગેરે બધા ઈન્દ્રો દેવો સહિત નંદીશ્વર દ્વીપે ગયા. ત્યાં અઢાઈ મહોત્સવ કરીને પોતપોતાના સ્થાને ગયા. પોતાને ત્યાં તેઓ વજમય ડાબલામાં તે જિનદાઢાઓનું સદા ગંધમાલ્યાદિથી પૂજન કરે છે.
૨૮૨
Jain Education international
For Personal & Private Lise Only
www.nelorry ang