________________
વ્યાખ્યાન
) , F)
)
કલ્પસૂત્ર : દેખાવા લાગી એટલે ભારતે બીજાં આભૂષણો પણ ઉતારી જોયાં તો તે બધાં અંગ શોભારહિત
દેખાવા લાગ્યાં. એટલે અનિત્ય ભાવના ઉત્પન્ન થઇ ગઈ એ ભાવનામાં ઉંચે ચડતા ક્ષપક શ્રેણિએ ચડેલા ભરત ચક્રવર્તી તત્કાળે કેવળજ્ઞાન પામ્યા. ઇન્દ્ર તરત ત્યાં આવીને ભરત કેવળીને કહ્યું કે, આપને વંદન કરવાની ઇચ્છા છે પણ આપ સાધુના વેષમાં નથી તેથી હું આપને વંદન કરી શકતો
નથી. ગૃહસ્થના વેષમાં કેવળજ્ઞાની હોય તેમને પણ ખમાસમણ દઈને વંદન કરી શકાય નહિ (F) એ આપ તો જાણો જ છો તો કૃપા કરી આ સાધુવેશ સ્વીકારો. ભરત કેવળીએ એ સાધુવેશ
અંગીકાર કર્યો અને ઇન્દ્ર ભાવથી વિધિપૂર્વકનું વંદન કર્યું. પછી ભરત કેવલી દશ હજાર રાજાઓ સાથે નીકળી કેવળીપણે ઘણો કાળ વિચરી જગતજીવોનો ઉધ્ધાર કરી મોક્ષ પામ્યા. ભરતને પુત્ર આદિત્યયશા, તેના મહાશય, તેના અભિબલ, તેના બલભદ્ર, તેના બલવીર્ય, તેના કીર્તિવીર્ય, તેના
જલવીર્ય, અને તેના દંડવીર્ય એમ આઠ પેઢી સુધીના રાજાઓએ ભગવંતનો રાજમુકુટ પહેર્યો હતો 5) તથા ભરતની જેમ અરિસા ભુવનમાં કેવળજ્ઞાન પામ્યા અને મોક્ષે ગયા.
કૌશલિક શ્રી ઋષભદેવને ચોર્યાશી ગણો-ગચ્છો અને ચોર્યાશી ગણધરો હતા, એ પ્રભુને ઋષભસેન આદિ ચોર્યાશી હજાર સાધુઓની ઉત્કૃષ્ટ સંપદા હતી, બ્રાહ્મી અને સુંદરી વગેરે ત્રણ લાખ સાધ્વીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. શ્રેયાંસ વગેરે ત્રણ લાખ પાંચ હજાર શ્રાવકોની ઉત્કૃષ્ટ સંપદા હતી, અને સુભદ્રા વગેરે પાંચ લાખ ચોપન હજાર શ્રાવિકાઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. વળી એ પ્રભુને કેવળી નહિ છતાં કેવળી સરખા એવા ચૌદ પૂર્વધારીઓની ચાર હજાર સાતસો પચાશની ઉત્કૃષ્ટ સંપદા હતી. નવ હજાર અવધિજ્ઞાનવાળા મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. વીશ
હજાર કેવળજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. વીશ હજાર છસો વૈક્રિય લબ્ધિવાળા મુનિઓની - ઉત્કૃષ્ટ સંપદા હતી. બાર હજાર છસો પચાશ વિપુલમતિ જ્ઞાનવાળા મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા કે હતી. બાર હજાર છસો પચાશ વાદીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. તથા એ પ્રભુના વીશ હજાર
ધુઓ સિદ્ધિપદને પામ્યા હતા, અને ચાલીશ હજાર સાધ્વીઓ સિદ્ધિપદને પામી હતી. તેમ જ
GGGHHHH
E કે
૨૮૦
Jain Education international
For Personal & Private Lise Only
www.nelorry ang