________________
કલ્પસૂત્ર ) લેવા વિનંતી કરી, પ્રભુએ કહ્યું કે, આધાકર્મી અને સામે આણેલો તેમજ રાજપિંડ સ્વરૂપ આ વ્યાખ્યાન
આહારાદિ સાધુઓને કહ્યું નહિ, પ્રભુનાં વચન સાંભળી શોકાતુર થયેલા ભરતચક્રીને જોઈ ઇન્દ્ર 5પ્રભુને પૂછયું “હે પ્રભુ!” અવગ્રહ કેટલા પ્રકારના છે? પ્રભુએ કહ્યું, પાંચ પ્રકારના આ રીતે છેઃ (
ઈન્દ્રનો, રાજેન્દ્રનો, ગૃહપતિનો, સાગરિકનો અને સાધર્મિકનો એમ પાંચ જાણવા. ઇન્દ્ર કહ્યું ? ૨ આપના સર્વ સાધુઓને મારા સર્વ ક્ષેત્રોમાં વિચરવાની રહેવાની સંમતિ આપું છું. પછી આ
ભરતચક્રીએ કહ્યું કે હું મારા છ ખંડ પૃથ્વીના રાજ્યમાં આ સાધુઓને વિચારવાની રહેવાની સંમતિ આપું છું. વળી ભારતે ઇન્દ્રને પૂછયું કે, મારે આ મિઠાઇ વગેરેનું શું કરવું? ઇન્દ્ર કહ્યું તારાથી જે ગુણાધિક હોય તેમને ખવરાવી દે, એટલે તે આહાર ભરતચક્રીએ શ્રાવકોને જમાડી દીઘો, ત્યારથી બ્રહ્મભોજન શરૂ થયું. પછી ભરતચક્રી દરરોજ શ્રાવકોને જમાડવા લાગ્યો. કોઈ વખત રસોઇઆઓએ કહ્યું કે જમનારા ક્રોડોની સંખ્યામાં થઇ ગયા છે. પહોંચી નથી વળાતું. યોગ્ય હોય તો ભલે ક્રોડો આવે એમાં વાંધો નહિ એમ વિચારી ભરતે તેમની પરીક્ષા કરવા ભોજન કરવા જવાના બે રસ્તા રાખ્યા. સમીપના રસ્તેથી જનારાના પગ નીચે જીવજંતુઓની હિંસા થતી અને
દુરના રસ્તેથી આવનારાથી હિંસા ન થતી તેથી જેઓ દયા રાખી દૂરના રસ્તેથી આવવા લાગ્યા 5) તેમના ડાબા ખભા ઉપર કાંકિણી રત્નથી દેવગુરુધર્મની ત્રણ રેખાઓ કરાવી, અને આવી છે કિ. રેખાઓવાળાને જમાડવા એવો આદેશ આપ્યો, એ રેખાઓ ધીરે ધીરે જનોઈ કહેવાઈ અને તે કે
સોનાની, પછી રૂપાની અને ત્યાર પછી રેશમની અને સૂતરની થઇ. ભરતચક્રીએ શ્રી ઋષભદેવની સ્તુતિરૂપ ચાર વેદો કર્યા. કોઇક વખતે ભરતચક્રી ઇન્દ્રને તેનું ખરું સ્વરૂપ બતાવવા વિનંતિ કરી એટલે ઇન્દ્ર એક આંગળી અસલ રૂપે બતાવી. તેને ઘણી જાજવલ્યમાન ઝગમગતી જોઈ ભારત આશ્ચર્ય પામ્યો. ત્યારથી પ્રતિ વર્ષ ઈન્દ્ર મહોત્સવ શરૂ થયો. ક્યારેક ત્યાં પધારેલા પ્રભુને વંદન કરવા ભરતચક્રી પ્રભુ પાસે આવી ધર્મદેશના સાંભળી વૈરાગ્યવાસિત હૃદયવાળા બન્યા. અને જ્ઞાનદશામાં લયલીન થવા લાગ્યા. એક વખત ભરતચક્રી અરીસા ભુવનમાં આવી વસ્ત્ર આભૂષણો પહેરતા હતા તેવામાં એક વીંટી નીકળી ગઈ તેથી તે આંગળી શોભારહિત ૨૭૯
FSAASSSSSSSSSSHHHHH
5X454 455 SALG
Jain Education international
For Personal & Private Lise Only
www.janelorary.org