________________
કલ્પસૂત્ર
FFFFFF
குழுகுபு
ચક્રસહિત ભરતને ચૂરી નાખવા મુઠ્ઠી ઉપાડી અને મારવા માટે ભરત સામે દોડયો, ત્યારે બાહુબલિને વિચાર આવ્યો કે, ‘અરે !' આ મારો મોટો ભાઇ પિતા તુલ્ય છે. એને મારી નાંખવાનો મેં કેમ વિચાર કર્યો ? હવે આ મુઠ્ઠી પાછી ફરે નહિ તેથી વૈરાગ્ય આણી તેણે પોતાનો લોચ કરી નાખ્યો. દેવોએ તેના ઉપર પુષ્પવૃષ્ટિ કરીને વેશ આપ્યો. બાહુબલિએ સંયમ લઇ લીધો તે જોઇ પશ્ચાત્તાપ કરતા ભરતે બાહુબલિ મુનિને વંદન કરી ખમાવીને તેમના પુત્ર સોમયશાને તક્ષશિલાનું રાજ્ય આપ્યું અને પોતે અયોધ્યા ગયા.
Jain Education International
બાહુબલિએ વિચાર્યું જો હું હમણાં પ્રભુ પાસે જઇશ તો મારે નાના ભાઇઓને વંદન કરવું પડશે. તેથી કેવળજ્ઞાન મેળવીને પછી જ જાઉં, એમ નક્કી કરી તેઓ કાઉસ્સગ્ગ ધ્યાનમાં સ્થિર થઇ ગયા, બાર માસ વીતી ગયા છતાં કાઉસ્સગ્ગ પાર્યો નહિ, શરીર પર વેલડીઓ વિંટાઇ ગઇ, પક્ષીઓએ માળા કર્યા, આ સમયે પ્રભુએ બ્રાહ્મી અને સુંદરી સાધ્વીઓને બાહુબલિને પ્રતિબોધવા મોકલ્યાં, એ સાધ્વીઓએ વનમાં આવી ઘણી શોધ કરી છતાં બાહુબલિ મળ્યા નહિ, તેથી મોટા સ્વરથી ‘હે બંધુ !' હાથી ઉપરથી ઉતરી પડો, હાથી ઉપર બેઠે બેઠે કેવળજ્ઞાન નહિ મળે, સાધ્વીઓના આવા વચનથી બાહુબલિ વિચારે છે કે હું હાથી ઉપર બેઠો નથી અને સાધ્વીઓ બોલે ૐ છે તે ખોટું બોલે નિહ અને એ મારી વ્હેનોના જ શબ્દો છે તેથી મને જ તેઓ કહે છે. હા ! મને
સમજાયું હું વંદન ન કરવા વિષયક માનરૂપ હાથી ઉપર બેઠેલ છું તો મને કેવળજ્ઞાન કેમ થાય ? મારા નાના ભાંઇઓ પણ ચારિત્ર પહેલાં લઇ ગયા તેથી હાલ મારાથી તેઓ મોટા છે. હું હમણાં જ જઇને તેમને વંદન કરું એમ વિચારી પશ્ચાત્તાપપૂર્વક વંદન કરવા પગ ઉપાડતાં જ તેમને કેવળજ્ઞાન થયું. પછી તે પ્રભુ પાસે સમવસરણમાં આવી કેવળી પર્ષદામાં બિરાજમાન થયા.
એક સમયે પ્રભુ અષ્ટાપદ તીર્થ પર સમવસર્યા ત્યારે ભરતચક્રીએ વિચાર્યું કે, મારાથી બીજું તો કાંઇ થઇ શકતું નથી તો મહાવ્રતધારી એવા સાધુઓને તો ખાનપાન આપું ? એમ વિચારીને તેણે પાંચસો ગાડાં મિઠાઇ વગેરે ખાવાની વસ્તુઓના ભરી સમવસરણમાં આવી પ્રભુને આહાર – ૨૭૮
17
HE
For Personal & Private Use Only
વ્યાખ્યાન
८
www.jainslturary cl