________________
કલ્પસૂત્ર
#
5குகுகுகுகு
குழுழுழுழுழு554
Jain Education International
પુરૂષોની સાથે ઇન્દ્રે આપેલ એક દેવદૂષ્ય વસ્ત્ર લઇને દ્રવ્ય તથા ભાવ લોચ કરીને ગૃહવાસથી નીકળેલા પ્રભુએ સાધુપણું સ્વીકાર્યું.
સાધુપણું સ્વીકારીને ઘોર અભિગ્રહ ધારણ કરી પ્રભુ ગામેગામ વિહાર કરવા લાગ્યા, તે સમયે લોકો બહુ સમૃધ્ધિવાળા હતા, પરંતુ તેઓ ભિક્ષા કોને કહેવાય તે જાણતા ન હતા.
કેવા ભિક્ષાચરો હોય, અને તેઓ કેવી રીતે ભિક્ષા લે તે જાણતા ન હતા, તેથી વિધિ પ્રમાણેની ભિક્ષા ન મળવાથી ભગવાન આહાર પાણી લીધા વિના જ વિચરતા હતા. પરંતુ તેમની સાથે જે ચાર હજાર પુરુષોએ દીક્ષા લીધી હતી તેઓથી આહાર પાણી વિના રહી શકાતું ન હતું. તેથી તેમણે પ્રભુને આહાર પાણી લેવાનો વિધિ પૂછ્યો, પરંતુ પ્રભુ તો દીક્ષા લીધી ત્યારથી મૌનવ્રતવાળા હતા તેથી મૌન જ રહ્યા. પછી તે સાધુઓ બધા કચ્છ અને મહાકચ્છને આહાર વિધિ પૂછવા લાગ્યા. ત્યારે તેમણે કહ્યું, અમે પણ તમારી જેમ જાણતા નથી. આપણે દીક્ષા પહેલાં પ્રભુને પૂછી રાખેલ નથી અને આહાર પાણી વિના આપણે રહી શકીએ તેમ નથી. તથા ભરતની પાસે દીક્ષા મૂકીને જતાં આપણને ભય લાગે છે. તો હવે આપણે વનવાસ સેવવો યોગ્ય છે. એમ વિચાર કરી તેઓ પ્રભુનું જ સ્મરણ કરતા છતા ગંગા નદીના કિનારે વનમાં જ રહેવા લાગ્યા . અને ત્યાં ખરી પડેલા વૃક્ષાદિના પાંદડા તથા પુષ્પ, ફૂલ અને કંદ ખાનારા જટાધારી તાપસો થયા.
હવે નમિ અને વિનમિ નામના કચ્છ અને મહાકચ્છના બે પુત્રો હતા. તેમને પ્રભુએ પોતાના પુત્રની જેમ રાખ્યા હતા. એ નમિ અને વિનમિ પ્રભુએ જ્યારે પોતાના પુત્રોને રાજ્યો વહેંચી આપ્યાં અને દીક્ષા લીધી ત્યારે દેશાંતરે ગયા હતા. દેશાંતરથી પાછા વળતાં વચ્ચે કચ્છ મહાકચ્છાદિ તાપસો મળ્યા. તેમને આવી તમારી સ્થિતિ કેમ થઇ ? એમ પૂછતાં નમિ વિનમિને તેમણે બધો વૃત્તાંત કહી સંભળાવ્યો. તે સાંભળી તેઓ ભરત પાસે આવ્યા. ભરતે તેમને રાજ્ય ભાગ આપવા માંડયો. તેની અવગણના કરી તેઓ પિતાના વચનથી પ્રભુ પાસે આવ્યા. પ્રભુ પાસે રાજ્યની માંગણી કરવા લાગ્યા પરંતુ પ્રભુ મૌન જ રહેતા તેથી તેઓ કાયોત્સર્ગ ધ્યાને રહેલા
For Personal & Private Use Only
குகுகு
વ્યાખ્યાન
८
૨૬૮
www.jainslitary.c113