________________
કલ્પસૂ
વ્યા
4444444444444444. LX
પ્રભુની સમીપમાં રહેલી રજને કમલપત્રમાં લાવેલા પાણીના સિંચનથી સમાવી દેતા હતા. આગળ
પુષ્પના ઢગલા ધરી ભક્તિ કરતા, ડાંસ મચ્છરાદિને ઉડાવતા અને પ્રભુ પ્રયાણ કરે ત્યારે રસ્તામાં HD આવતા કંટક, પત્થર, કાષ્ઠ વગેરેને દૂર કરી જમીન સાફ કરતા છતાં દરરોજ સવારના નમસ્કાર )
કરીને રાજ્યની માંગણી કરતા હતા. કોઈ દિવસ પ્રભુને વંદન કરવા આવેલ ધરણેન્દ્ર નમિ, LE વિનમિની ભક્તિ જોઇ પ્રસન્ન થઈ કહ્યું કે, પ્રભુ તો નિષ્પરિગ્રહી છે એટલે પ્રભુ પાસેથી રાજ્યાદિ માંગો નહિ. તમારી પ્રભુભક્તિથી હું પ્રસન્ન થયો છું તેથી તમને હું જ આપું છું, એમ કહી ધરણેન્દ્ર તેમને “અડતાલીશ હજાર વિદ્યાઓ આપી તથા ગૌરી, ગાંધારી, રોહિણી અને પ્રજ્ઞપ્તિ નામની ચાર મહા વિદ્યાઓ પાઠસિધ્ધ આપી.” તથા કહ્યું તમો આ વિદ્યાઓથી વિદ્યાધરોની સમૃધ્ધિને પામ્યા છો, તેથી તમારા સ્વજન પરિવારને લઈને વૈતાઢય પર્વત ઉપર જાઓ. ત્યાં દક્ષિણ વિદ્યાધર શ્રેણિમાં ગૌરેય, ગાંધાર વગેરે આઠ નિકાયો-જાતિઓ અને રથનુપૂર ચક્રવાલાદિ પચાસ નગરો વસાવો. તથા ઉત્તર શ્રેણિમાં પંડક, વંશાલય વગેરે આઠ નિકાયો અને ગગન, વલ્લભ આદિ સાઠ નગરો વસાવો અને ત્યાં રાજ્ય કરો.
એ સાંભળી ખુશ થયેલા તે નમિ વિનમિએ પોતાના પિતા પાસે અને ભરત રાજા પાસે બનેલ સર્વ વિગત જણાવી પછી વૈતાઢયની દક્ષિણ શ્રેણિમાં નમિ અને ઉતર શ્રેણિમાં વિનમિ વિદ્યાઓ / સાધી રાજ્ય વસાવીને રહ્યા અને રાજ્ય કરવા લાગ્યા. હવે તે સમયના લોકો આહાર આપવાની » વિધિ જાણતા ન હતા તેથી પ્રભુને વસ્ત્રો, આભૂષણો અને કન્યાઓ વગેરેની ભેટ ધરીને પોતાને )
ત્યાં પધારવા આમંત્રણ આપવા લાગ્યા, પરંતુ પ્રભુ કાંઇ સ્વીકાર્યા વિના આહારપાણી વિના વિચરતા હતા. કોઇક વખત કુરુદેશમાં હસ્તિનાપુરમાં આવ્યા ત્યાં બાહુબલીના પુત્ર સોમપ્રભ રાજા હતા, તેમના પુત્ર શ્રેયાંસ કુમારે આગલી રાતે સ્વપ્નમાં એવું જોયું કે, શ્યામ બની ગયેલા
મેરુ પર્વતને અમૃતકુંભ વડે પોતે અભિષેક કરી સાફ કર્યો તેથી તે મેરુ અત્યંત દેદીપ્યમાન થઈ 5) ગયો. ત્યાંના સુબુધ્ધિ નગરશેઠને તે રાતે એવું સ્વપ્ન આવ્યું. કે, “સૂર્યમંડળના ખરી પડેલા બધાં (F)
(૨૬૯
444444
44444444
For Personal & P
e
Use Only
www.
brary.org