________________
કલ્પસૂત્ર ( તેઓ અનેક પ્રકારે પાચન થાય તે રીતે ખાવાનું કરવા લાગ્યા. હવે કોઇક વખતે વૃક્ષોના પરસ્પર ઘસાવાથી અગ્નિ ઉત્પન્ન થયો તેને જોઇને યુગલિયાઓને થયું કે આ કોઇક નવીન રત્ન ઉત્પન્ન થયેલ છે. પછી તેઓ હાથ લાંબો કરી તે રત્નને લેવા ગયા પરંતુ તેમના હાથ બળવા લાગ્યા, એટલે ભયભીત થયેલા એવા તેમણે પ્રભુ પાસે એ વાત જણાવી. તેથી પ્રભુએ અગ્નિ ઉત્પન્ન થયેલ જાણીને કહ્યું કે, તમે એ ઉત્પન્ન થયેલા અગ્નિમાં ચોખા વગેરે ઔષધિઓ પકાવીને પછી ૐ ખાઓ, તો તે સુખે પચશે. પછી યુગલિયા આ ઉપાયને બરાબર જાણતા ન હોવાથી ઔષધિઓ અગ્નિમાં નાંખીને કલ્પવૃક્ષ પાસેથી માગે તેમ માગવા લાગ્યા. પરંતુ અગ્નિમાં નાંખેલ તે બધી ઔષધિઓ બળી જવા લાગી. તેથી યુગલિયાઓ પ્રભુ પાસે આવીને કહેવા લાગ્યા કે એ તો કોઇ મહા પિશાચ છે બધું પોતેજ ખાઇ જાય છે. અમને કાંઇપણ આપતો નથી. આ સમયે હાથી ૫૨ ૐ બેઠેલા પ્રભુએ કહ્યું કે તમારે એ બધી ઔષધિઓ માટી વગેરે કોઇ પાત્રમાં નાંખી અગ્નિમાં એ TM પાત્ર નાંખી મૂકી પકાવીને પછી એ પાકેલ ઔષધિઓ ખાવી. એમ કહી પ્રભુએ યુગલિયાઓ પાસેથી માટી મંગાવી પિંડ બનાવરાવી હાથીના કુંભસ્થલ પર તે માટીનો પિંડ મુકાવીને તેને વાસણ બનાવરાવી પ્રથમ કુંભારની કળા શીખવી, પછી એ પાત્ર યુગલિયાઓને આપી આવાં બીજાં વાસણો બનાવી એમાં અનાજ નાંખી અગ્નિ ૫૨ રાંધીને ખાઓ એ રીતે કહ્યું. પછી યુગલિયાઓ તે રીતે કરવા લાગ્યા. પ્રભુએ એ કુંભારની કળા પછી લુહારની, ચિત્રકારની, વણકરની અને નાપિત (હજામ)ની એમ પાંચ શિલ્પ કળાઓ બતાવી. એ મૂળ પાંચ શિલ્પના દરેકના વીશ ભેદ થવાથી પાંચે કળાના એકસો ભેદ થયા. એ સર્વે કળાના ભેદો આચાર્યોના બતાવેલા જાણવા.
குழுழுழுழுழுழுழுழுகு!
Jain Education International
કૌશલિક અરિહંત શ્રી ઋષભદેવ પ્રભુ, સર્વ કળાઓમાં કુશળ, લીધેલ પ્રતિજ્ઞાઓને સારી રીતે પાળનારા, સુંદ૨ રુપવાળા, સર્વગુણોથી શોભિત, સરળ સ્વભાવવાળા, અને વડિલોનો વિનય કરનારા હતા. એ પ્રભુએ વીશ લાખ પૂર્વ વર્ષ સુધી કુમાર અવસ્થામાં તથા ત્રેસઠ લાખ પૂર્વ
For Personal & Private Use Only
5 g
વ્યાખ્યાન
८
૨૬૪
www.jainalarary.cfg